જમ્મુ કાશ્મીરમાં ૩.૫ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

જમ્મુ, જમ્મુ કાશ્મીરાં આજે સવારે ૪.૫૬ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં રિએકટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૫ રહી હતી નેશનલ સેંટક ફોર સીસ્મોલોજીએ ભૂકંપની પુષ્ટી કરી છે.જાે કે આ ભૂકંપથી કોઇ જાનહાનીના અહેવાલો નથી.
એ યાદ રહે કે જમ્મુ કાશ્મીરમાં ગત મહીને પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતાં ગત વખતે ૧૯ તારીખે ધાટીમાં ધરતી ધ્રુજી ઉઠી હતી તેના કેટલાક દિવસ પહેલા પણ જમ્મુ કાશ્મીરમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે ડોડા જીલ્લાના ગંદોહમાં જમીન સ્તરની ૧૦ કિમી નીચે ભૂકંપનું કેન્દ્ર હતું પરંતુ ગત મહીને ૧૧ તારીખે જે ભૂકંપ આવ્યો હતો તેની તીવ્રતા વધુ હતું ત્યારે ભૂકંપની તીવ્રતા ૫.૧ માપવામાં આવી હતી અને થોડીવાર માટે નાસભાગનો માહોલ ઉભો થયો હતો લોકો ઘરોની બહાર નિકળી ગયા હતાં.
જાે કે આ ભૂકંપથી કોઇ જાનહાની થઇ ન હતી જમ્મુ કાશ્મીરમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે એ યાદ રહે કે જમ્મુ કાશ્મીરમાં અનેકવાર ભૂકંપના આંચકા અનુભવાયો છે જેમાં અનેક લોકોના જીવ ગયા છે.HS