જમ્મુ કાશ્મીરમાં ૫.૧ની તીવ્રતાના ભૂકંપના આંચકા
શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા ૫.૧ માપવામાં આવી હતી. આ ભૂકંપ બપોરે ૧ઃ૫ વાગ્યે આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં હતું. હાલમાં રાહત એ છે કે, આ ભૂંકપના કારણે કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી આવ્યા.
ભૂકંપ વિજ્ઞાન માટે બનેલું રાષ્ટ્રીય કેન્દ્રએ પણ તેના પર ટ્વીટ કર્યું છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનમાં હતું પરંતુ બાદમાં તેના આંચકા જમ્મુ કાશ્મીર સુધી અનુભવાયા હતા. ભારતની વાત કરીએ તો ગયા મહીને પણ ભૂકંપ આવ્યો હતો. તેમાં હિમાચલ પ્રદેશ (૩.૫ની તીવ્રતા), અરુણાચલ પ્રદેશ (૪.૨ની તીવ્રતા)માં આંચકા અનુભવાયા હતા. ધરતીની અંદર ૭વ પ્લેટ્સ એવી હોય છે જે સતત ફરતી રહે છે.
આ પ્લેટ્સ જે સ્થળો પર વધુ અથડાઈ છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે પ્લેટોના ખૂણાઓ વળી જાય છે. જ્યારે પ્રેશર વધે છે ત્યારે પ્લેટ તૂટવા લાગે છે. તેના તૂટવાના કારણે અંદરની ઊર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે. આ વિક્ષેપ બાદ ભૂકંપ આવે છે.
રિક્ટર સ્કેલ પર ૭.૦ અથવા તેનાથી વધુ તીવ્રતા વાળા ભૂકંપને સામાન્યથી જાેખમી માનવામાં આવે છે. આ જ પ્રકારે ૨ અથવા તેનાથી ઓછી તીવ્રતા વાળા ભૂકંપને સૂક્ષ્મ ભૂકંપ કહેવામાં આવે છે. ૪.૫ની તીવ્રતાનો ભૂકંપ ઘરોમાં નુકશાન પહોંચાડી શકે છે.SS3KP