જમ્મુ-કાશ્મીર અંગેની બેઠક ઉપર પાકિસ્તાન બેચેન બન્યું

Files Photo
ભારતે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના લીધેલા ર્નિણયો પછી હવે કાશ્મીર અંગે બીજા ર્નિણયો લેતાં દૂર રહેવુ જાેઇએઃ પાક
ઇસ્લામાબાદ, જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાે હટાવી તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચ્યા પછી મોદી સરકાર ૨૪ જૂને સર્વદળીય બેઠક કરવા જઇ રહી છે. કેન્દ્ર સરકારના ઐતિહાસિક ર્નિણય બાદ બે વર્ષ પછી યોજવામાં આવેલી આ સર્વદળીય બેઠક જમ્મુ-કાશ્મીરના ભવિષ્યને લઇને ખૂબ જ મહત્વની માનવામાં આવે છે.
માનવામાં આવે છે કે પીએમ મોદી સાથે સર્વદળીય બેઠક પછી રાજ્યમાં ચૂંટણી યોજવનો રસ્તો ખુલ્લો થઇ જાય, પરંતુ પહેલેથી જ જમ્મુ-કાશ્મીરના નામે હોબાળો કરનારું પાકિસ્તાન આ જાહેરાતથી બેચેન થઇ ગયું છે. ૨૧ જૂને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરને લઇને યોજાનારી સર્વદળીય બેઠકને પાકિસ્તાને હવે ચેતવણી આપી છે કે, તે કાશ્મીરમાં વસ્તીમાં ફેરફાર કે તેને વહેંચવાના ભારતના કોઇપણ પ્રયત્નનો એ વિરોધ કરશે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ એક નિવેદનમાં કહ્યું કે ભારતે ૫ ઓગસ્ટ ૨૦૧૯ના લીધેલા ર્નિણયો પછી હવે કાશ્મીર અંગે બીજા ર્નિણયો લેતાં દૂર રહેવુ જાેઇએ. કુરૈશીનું કહેવુ છે કે, ૫ ઓગસ્ટ ૨૦૧૯એ ભારતે લીધેલા ર્નિણયનો પાકિસ્તાન સખત વિરોધ કરે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રીનું કહેવુ છે કે પાકિસ્તાન ઘણા આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો છે. પરંતુ દક્ષિણ એશિયામાં વાસ્તવિક શાંતિ ત્યારે જ આવી શકશે જ્યારે કાશ્મીર મુદ્દાનું સમાધાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની જાેગવાઇઓ અને કાશ્મીરના લોકો મુજબ થશે.
નોંધનીય છે કે, કાશ્મીરનો વિશેષ દરજ્જાે હટાવ્યા પછી બંને દેશોના સંબંધો વધુ ખરાબ થયા છે અને પાકિસ્તાન શરત મૂકી રહ્યું છે કે, બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટે પહેલા ભારતે કાશ્મીરને તેનો વિશેષ દરજ્જાે પાછો આપવાનો રહેશે. બીજી તરફ કાશ્મીરના ભવિષ્યને લઇને યોજાઇ રહેલી આ સર્વદળીય બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થશે જેમાં જમ્મુ-કાશ્મીરના ૮ રાજકીય દળોના ૧૪ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જાેકે આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબુબા મુફ્તી સામેલ નહી થાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.