જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ૭મું પગાર પંચ લાગુ કરાયું
નવીદિલ્હી, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કામ કરનાર સરકારી કર્મચારીઓને સરકાર તરફથી દિવાળીની ભેટ આપવામાં આવી છે. ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં કામ કરનારા સરકારી કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આગામી ૩૧ ઓક્ટબરથી નવા નિયમ મુજબ તેને લાગુ કરવામાં આવશે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયથી ૪.૩૦ લાખ કર્મચારીઓને સીધો ફાયદો થશે. સરકારના આ નિર્ણય કેન્દ્ર શાસિત પ્રદેશ બનનાર જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ૩૧ ઓક્ટબરથી લાગુ કરવામાં આવશે.
ગૃહ મંત્રીએ ૩૧ ઓક્ટબરથી અસ્તિત્વમાં આવતા જમ્મુ કાશ્મીર અને લદ્દાખના તમામ કર્મતારીઓને સાતમા પગાર પંચની રજૂઆતને સ્વીકારી છે. ગૃહ મંત્રાલય તરફથી આ સંબંધિત આદેશ જાહેર કરવામાં આવ્યા છે. વર્તમાન જમ્મુ કાશ્મીરના રાજ્યોમાં કાર્યરત ૪.૫ લાખ સરકારી કર્મચારીઓને સામા પગાર પંચની રજૂઆતના અનુરૂપ તમામ ભથ્થા જેવા કે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ, હોસ્ટેલ એલાઉન્સ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, લીવ ટ્રાવેલ કન્શેશન , ફિક્સ મેડિકસ એલાઉન્સ જેવા અન્ય ભથ્થા આપવા પર કુલ ખર્ચ અંદાજે ૪૮૦૦ કરોડ રૂપિયા આવશે.
વર્ષના વધનારો ખર્ચ ચિલ્ડ્રન એજ્યૂકેશન અલાઉન્સ ૬૦૭ કરોડ,હોસ્ટલ અલાઉન્સ ૧૮૨૩ કરોડ,ટ્રાન્સપોર્ટ અલાઉન્સ ૧૨૦૦ કરોડ,લીવ ટ્રાવેલ કન્શેશન ૧૦૦૦ કરોડ,ફિક્સડ મેડિકલ અલાઉન્સ ૧૦૮ કરોડ,અન્ય ભથ્થા,૬૨ કરોડ,કુલ ૪૮૦૦ કરોડ છે.