જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા
લદ્દાખ, લદ્દાખના કારગીલમાં ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૫ માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફાર સિસ્મોલાજી અનુસાર, બપોરે ૧ વાગીને ૧૧ મિનિટ પર કારગીલમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ કેન્દ્ર કારગીલથી ૧૧૯ કિલોમીટર નોર્થવેસ્ટમાં નોંધાયુ છે. લદ્દાખમાં ભૂકંપ આવ્યા બાદ થોડી વારમાં જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા. બપોરે ૨ઃ૦૨ મિનિટ પર આવેલા આ ભૂકંપની તીવ્રતા ૩.૬ માપવામાં આવી છે. અત્યારે જાનહાનિનુ નુકસાન થયા હોવાની કોઈ માહિતી નથી.
અગાઉ ૧ જુલાઈએ જમ્મુ-કાશ્મીરમાં એક જ દિવસમાં બે વાર ભૂકંપનો આંચકા અનુભવાયા હતા. ભૂકંપનુ કેન્દ્ર કિશ્તવાડ રહ્યુ. મંગળવારે મોડી રાત્રે ૧૧ વાગીને ૩૨ મિનિટ પર ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપના આંચકા ડોડા જિલ્લામાં પણ અનુભવાયા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૪.૬ રહી છે. ભૂકંપના આંચકા બાદ લોકો મોડી રાત્રે પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા. જોકે આ ભૂકંપમા કોઈ પણ જાનહાનિ થઈ નહોતી. આ જ દિવસે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૦ રહી. ભૂકંપના આંચકા સવારે ૮ વાગીને ૫૬ મિનિટે અનુભવાયા.