જમ્મુ કાશ્મીર અલગાવવાદ અને આતંકવાદમાં સંડોવાયેલા લોકોની ચલ અચલ સંપત્તિ જપ્ત
શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદમાં સંડોવાયેલા ૪૬ મામલામાં સુરક્ષા એજન્સીઓએ ચલ અચલ સંપત્તિઓ જપ્ત કરી છે તેમાં વાહન મકાન દુકાનો રોકડ તથા અન્ય દસ્તાવેજ સામેલ છે કાર્યવાહીના દાયરામાં અલગાવવાદી નેતા તથા તેમના સાથી પણ છે
પોલીસે પ્રવકતાએ કહ્યું કે આતંકવાદી ગતિવિધિઓને રોકવા માટે ૪૬ મામલાાં કાર્યવાહી કરવામાં આવી છે પ્રવકતાએ કહ્યું કે કાનુનનું પાલન કરતા પોલીસે ચાર પૈડાના વાહન મોટરસાયકલ રોકડ જમીન મકાન તથા દુકાનોની જપ્તી કરી તેને એટેચ કરવાનો આદેશ આપ્યો છે જેથી આતંકી ઘટનાઓ પર અંકુશ મેળવી શકાય.
પ્રવકતાએ કહ્યું કે ૬૧ વિવિધ પ્રકારના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તેમાં દુખ્તરાન એ મિલ્લતની સોફી ફહમીદાની ખાનગી કાર ૩.૭૦ લાખ રોકડા,૫૦ હજાર રૂપિયાો ચેક પણ સામેલ છે આ સાથે જ અચલ સંપત્તિઓમાં પાંચ મકાન પણ જપ્ત કરવામાં આવ્યા છે તેમાં દુખ્તરાન એ મિલ્લત પ્રમુખ આસિયા અંદ્રાબીની સાસુ મહેબુબા બેગમનું મકાન પણ છે છ દુકાનો તથા ૧.૬ કનાલ જમીન પણ છે.
પ્રવકતાના જણાવ્યા અનુસાર આ વર્ષ ૧૧ વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે તેમાં છ ચાર પૈડાના વાહનો તથા પાંચ પૈડાના વાહનો છે વાહનોને જપ્ત કરવાનો આદેશ અનૈતિક ગતિવિધિઓ નિવારણ અધિનિયમની કલમ ૨૫ હેઠળ કરવામાં આવ્યો છે આ કલમ વ્યક્તિ વિશેષ તપાસ સંગઠના અનૈતિક ગતિવિધિઓમાં સામેલ થવા તથા આતંકી ગતિવિધિઓનો સામનો કરવા માટે છે.
જપ્ત કરવામાં આવેલા ૬૧ વાહનોમાં ૨ ટ્રક અને ટ્રેલર,૧ ટીપ્પર,ચાર ઓલ્ટો ૮૦૦ કાર,ચાર સૈંટ્રો કાર એક એમ્બ્યુલન્સ વગેરે સામેલ છે પોલીસ પ્રવકતાએ કહ્યું કે અનેક આતંકવાદ નિરોધક અભિયાનોમાં વિવિધ આતંકી સંગઠનોના સભ્યોને ઠાર મરાયા છે
ત્યારબાદ હૈંડલર્સ તરફથી તેમના વાહનો થતા અન્ય સંપત્તિઓને પોતાના નાપાક ઇરાદાને પરિણામ આપવા માટે ઉપયોગમં કરવામાં આવી હતાં તેના પર અંકુશ લગાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે.