જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ : બિલની તરફેણમાં રાજ્યસભામાં 125 અને વિપક્ષમાં 61 મત પડ્યા
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા માટેનું જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ રાજ્યસભામાંથી બહુમતિથી પસાર થતાં ફરી એક વખત રાજ્યસભામાં મોદી સરકારની મોટી જીત થઇ છે. બિલના સમર્થનમાં કુલ 125 મત પડ્યા છે. જ્યારે કે બિલના વિરોધમાં કુલ 61 મત પડ્યા રાજ્યસભામાંથી બિલ પસાર થયા બાદ હવે આ બિલ મંગળવારે લોકસભામાં રજૂ થશે અને લોકસભામાં સરકાર પાસે પૂર્ણ બહુમતિ હોવાથી લોકસભામાં પણ બિલ આસાનીથી પસાર થઇ જશે.
આ બિલમાં લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરવા અને તે બંનેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પુનર્રચના બિલ પર મત રાજ્યસભામાં, જમ્મુ કાશ્મીર પુનર્રચના બિલ પર ગૃહનો મત લેવાયું છે. વિપક્ષી પાર્ટીઓએ આ અંગે મતદાનની માંગ કરી હતી..હવે લોબી ખાલી કરી દેવામાં આવી છે અને સ્લિપ દ્વારા મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.