જમ્મુ-કાશ્મીર બોર્ડર પર ફરી જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન, જવાનોએ ફાયરિંગ કર્યું
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર પાકિસ્તાને નાપાક હરકત કરી છે. બોર્ડર પર આરએસ પુરાના અરનિયા સેક્ટરમાં વહેલી સવારે એક ડ્રોન જાેવા મળ્યું હતું. જાેકે, ફાયરિંગ કર્યા બાદ ડ્રોન પરત ફર્યું હતું.બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ સવારે લગભગ ૪ઃ૪૫ વાગ્યે આરએસ પુરાના અરનિયા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક એક ડ્રોન જાેયો. તેના પર જવાનોએ સાતથી આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. બાદમાં ડ્રોન પાકિસ્તાન પરત ફર્યું હતું.
બીએસએફના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (જમ્મુ ફ્રન્ટિયર) એસપી સંધુએ જણાવ્યું હતું કે, “શનિવારની વહેલી સવારે એલર્ટ બીએસએફના જવાનોએ આકાશમાં ચમકતી લાઈટો જાેઈ અને તરત જ અરનિયા વિસ્તારમાં તેની દિશામાં ગોળીબાર કર્યો, જેનાથી પાકિસ્તાની ડ્રોનને પાછા ફરવાની ફરજ પડી.” આ વિસ્તારમાં સંયુક્ત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મ્જીહ્લ જવાનોએ સવારે લગભગ ૪.૪૫ વાગ્યે પાકિસ્તાની ડ્રોનને જાેયો અને તેના પર લાવવા માટે લગભગ આઠ ગોળીઓ ચલાવવામાં આવી હતી. જાે કે, ડ્રોન થોડીવાર હવામાં મંડરાયા બાદ વળતો ગોળીબાર કરવામાં આવ્યો હતો.
આરએસ પુરા સેક્ટર હેઠળના વિસ્તારમાં સઘન સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. અરનિયામાં સાત દિવસમાં આ બીજી ઘટના છે. ૭ મેના રોજ પણ મ્જીહ્લએ આ જ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન પર ગોળીબાર કર્યો હતો.
જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંગઠનો ડ્રોન દ્વારા મોટા પ્રમાણમાં હથિયારો અને દારૂગોળો મોકલવાનો પ્રયાસ કરે છે. જાે કે, ભારતીય સેનાના તૈયાર સૈનિકોને કારણે તેમને પાકિસ્તાન પરત ફરવું પડ્યું છે.
તાજેતરના સમયમાં આવી ઘટનાઓ વધી છે. નોંધનીય છે કે બોર્ડર પાસે એક ટનલ અને ઓક્સિજન પાઇપ પણ મળી આવી છે. જેના કારણે સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. તાજેતરમાં જ બોર્ડર સિક્યોરિટી ફોર્સએ પંજાબની સરહદ પર પાકિસ્તાન તરફથી આવતા એક ડ્રોનને તોડી પાડ્યું હતું. પંજાબના અમૃતસરમાં ડ્રોન હેરોઈન લઈ જતું હતું. ડ્રોન મારફતે સાડા દસ કિલો હેરોઈન મોકલવાનો નાપાક પ્રયાસ કરવામાં આવ્યો હતો.HS