જમ્મુ કાશ્મીર માટે આર્થિક પેકેજની જાહેરાત: એક વર્ષ માટે વિજળી પાણીના બિલમાં ૫૦ ટકાની છુટ અપાઇ
જમ્મુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ લઇ જતા આજે જમ્મુ અને કાશ્મીરના ઉપરાજયપાલ મનોજ સિન્હાએ રાજય માટે ૧,૩૫૦ કરોડ રૂપિયાનું આર્થિક પેકેજની જાહેરાત કરી છે ઉપરાજયપાલે કહ્યું કે મને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહેલ રાજયના કારોબારીઓ માટે આર્થિક પેકેજની જાહેરાત કરતા ખુશી થઇ રહી છે. આ કારોબારીઓને સુવિધા આપવા માટે અમારા દ્વારા કરવામાં આવેલ આત્મનિર્ભર ભારત અને અન્ય ઉપાયોના લાભો ઉપરાંત છે. આ ઉપરાંત ઉપરાજયપાલે વિજળી પાણીના બીલો પર એક વર્ષ સુધી ૫૦ ટકાની છુટની પાણી જાહેરાત કરી છે.
તેમણે કહ્યું કે વિજળી અને પાણીના બિલમાં એક વર્ષ સુધી ૫૦ ટકાની છુટ આપવામાં આવશે તમામ કર્જધારકોના મામલામાં માર્ચ ૨૦૨૧ સુધી સ્ટેમ્પ ડયુટીમાં છુટ આપવામાં આવી છે. સારા મૂલ્ય નિર્ધારણ પુર્નવળતર વિકલ્પોની સાથે પર્યટન ક્ષેત્રમાં લોકોને નાણાંકીય સહાયતા માટે જમ્મુ અને કાશ્મીર બેંક દ્વારા કસ્ટમ હેલ્થ ટુકિઝમ યોજનાની સ્થાપના કરવામાં આવશે
ઉપરાજયપાલે કહ્યું કે અમે વર્તમાન નાણાંકીય વર્ષમાં છ મહીના માટે કોઇ પણ શરત વિના કારોબારી સમુદાયના પ્રત્યેક ઉધાર લેનાર વ્યક્તિને પાંચ ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે આ એક મોટી રાહત હશે અને આ રોજગાર પેદા કરવામાં મદદ મળશે.
હસ્તશિલ્પ અને હથકરધા ઉદ્યોગમાં કામ કરતનારાને સાત ટકા સબવેંશન આપવાની જાહેરાત કરતા ઉપરાજયપાલ સિન્હાએ કહ્યું કે ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ અમે હથકરધા અને હસ્તશિલ્પ ઉગ્યોગમાં કામ કરનારા લોકો માટે વધુમાં વધુ સીમા એક લાખથી બે લાખ રૂપિયા સુધી વધારવાનો નિર્ણય કર્યો છે તેમણે પાંચ ટકા વ્યાજ સબવેંશન આર્થિક મદદ પણ આપવામાં આવશે. આ યોજનામાં લગભગ ૬૮૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે અને આગામી છ મહીના માટે આ નાણાંકીય વર્ષમાં ઉપલબ્ધ રહેશે જયારે એક ઓકટોબરથી જમ્મુ અને કાશ્મીર બેંક યુવાઓ અને મહિલાઓના ઉદ્યમો માટે એક વિશેષ ડેસ્ક શરૂ કરવામાં આવશે જેમાં યુવા અને મહિલા ઉદ્યમિઓને કાઉસિલિગ આપવામાં આવશે.HS