જમ્મુ કાશ્મીર માટે ટૂંકમાં શિક્ષણ અને રોજગાર પેકેજ જાહેર કરાશે
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં કલમ ૩૭૦ની નાબૂદી બાદ રાજ્યના વિકાસ માટે અતિ ઝડપથી પગલા લેવાના પ્રયાસો શરૂ થઇ ચુક્યા છે. આ દિશામાં ટૂંક સમયમાં જ નવા નવા પેકેજની જાહેરાત કરવામાં આવનાર છે. આની રુપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. શિક્ષણ અને રોજગારીને લગતા પેકેજા જમ્મુ કાશ્મીર માટે ટૂંક સમયમાં જાહેર કરવામાં આવનાર છે.
કેબિનેટ સેક્રેટરી અને પીએમઓ દ્વારા સમીક્ષા કરવામાં આવ્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. કેન્દ્ર સરકાર સર્વગ્રાહી શિક્ષણની દિશામાં આગળ વધી રહી છે. શિક્ષણની સાથે સાથે સ્કીલ અને એમ્પ્લોઇમેન્ટ પેકેજ ઉપર કામ ચાલી રહ્યું છે. જમ્મુ કાશ્મીરમાં રહેલા ૪૭૨૦૦૦ યુવાનોને ધ્યાનમાં લઇને આ પેકેજની જાહેરાત કરવામાં આવનાર છે. કેન્દ્ર સરકાર દરેક જિલ્લામાં મોડલ ડિગ્રી કોલેજની યોજના ધરાવે છે. સાથે સાથે ૫૦૦૦૦ યુવાઓના એનરોલમેન્ટની પણ યોજના ધરાવે છે.
શિક્ષણ અને રોજગારી પેકેજની શરૂઆત ટૂંકમાં જ કરવામાં આવનાર છે. નવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં દરેક જિલ્લામાં એક મોડલ ડિગ્રી કોલેજ શરૂ કરવામાં આવનાર છે. આવી જ રીતે ૫૦૦૦૦ યુવાઓને રોજગારી આપવાની પણ હિલચાલ ચાલી રહી છે.
નિયંત્રણો ઉઠાવી લેવામાં આવ્યા બાદ ટૂંક સમયમાં જ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં યુવાઓની ભરતી કરવાની તૈયારી કરાશે. શિક્ષણ અને રોજગારને લઇને પેકેજ તૈયાર કરી લેવામાં આવ્યા છે.
હવે કેબિનેટ સેક્રેટરી અને પીએમઓ દ્વારા સમીક્ષા કરવામાં આવશે. ત્યારબાદ અંતિમ નિર્ણય લેવાશે. આ સપ્તાહમાં આંતરપ્રધાન સ્તરની બેઠક આ મુદ્દા પર યોજાઈ હતી જેમાં ચાવીરુપ વિભાગો દ્વારા જમ્મુ કાશ્મીર આધારિત દરખાસ્તોને આ મહિનાના અંત સુધી આખરીઓપ આપવા કહેવામાં આવ્યું હતું.
પ્રાથમિક ઉદ્દેશ્ય ઉચ્ચ શિક્ષણને રાજ્યમાં વધારવાનો રહેલો છે. સાથે સાથે વિદ્યાર્થીઓને નોકરી મેળવવામાં કોઇ તકલીફ ન પડે તેની ખાતરી કરવા રોજગારલક્ષી કોર્સ શરૂ કરવામાં આવનાર છે. જમ્મુ કાશ્મીરમાં બેરોજગારીનો દર અંદાજે ૧૬ ટકાની આસપાસ છે જ્યારે ગ્રોસ એનરોલમેન્ટ રેસિયોનો આંકડો ૨૨ ટકાની આસપાસ છે
જે રાષ્ટ્રીય સ્તર પર રહેલા આંકડા કરતા હજુ પણ ઓછો છે. સંસ્થાઓ દ્વારા ડિપ્લોમા અને સર્ટિફિકેટ સ્કીલિંગ કોર્સ પણ શરૂ કરવામાં આવનાર છે જે છ મહિનાથી લઇને એક વર્ષ સુધીના રહેશે. પસંદગીના વિસ્તારોમાં આ કોર્સ શરૂ કરવામાં આવશે. યુવાઓને આના લીધે મુખ્ય ધારામાં પ્રવેશ કરવામાં સરળતા રહેશે. ૫૦૦૦૦ યુવાનોને સ્કીલ ટ્રેનિંગ આપવામાં આવશે. આ ઉપરાંત ટુંકાગાળાના કોર્સ પણ સોફ્ટ સ્કીલ માટે હાથ ધરવામાં આવશે. આનો હેતુ પણ રોજગારીને વધારવાનો રહેલો છે.