Western Times News

Gujarati News

જમ્મુ-કાશ્મીર મુદ્દે કેન્દ્ર સરકાર એકશનમાં

જમ્મુ-કાશ્મીરમાં મહત્ત્વપૂર્ણ કામગીરી કરવા માટે કેન્દ્ર સરકાર સતર્ક બની : લોકસભામાં આજે બિલ પસાર થતાં જ સરકાર મહત્ત્વપૂર્ણ નિર્ણય લેશેઃ રાજ્યસભાનો પડકાર સરળતાથી પાર પડતાં જ મોડીરાતે યોજાયેલ મહત્ત્વ બેઠક

નવીદિલ્હી : ભારતના ઈતિહાસમાં મોદી સરકારે તેમની બીજી ટર્મના સંપૂર્ણ કાર્યકાળ દરમ્યાન ઐતિહાસિક નિર્ણયો લઈને મહત્વપૂર્ણ કામો અને ચુંટણી સમયે આપેલા વચનો પૂર્ણ કરવા તરફ આગળ વધી રહ્યા છે. ગઈકાલે જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ હટાવવા ઉપરાંત તેના પુનઃગઠનનું બીલ રાજ્ય સભામાં રજુ કરતાં જ દેશભરમાં ખુશાલીનો માહોલ જાવા મળતો હતો.

રાજ્ય સભામાં બહુમતિ નહીં હોવા છતાં ત્રિપલ તલ્લાક બિલ સહેલાઈથી પસાર કરાવ્યા બાદ સૌથી મહત્ત્વપૂર્ણ જમ્મુ-કાશ્મીરનું બીલ રજુ કરાતા લોકસભા કરતાં પણ વધારે સારી રીતે અને સહેલાઈથી પસાર થઈ ગયુ છે. ગઈકાલે મોટો પડકાર સરળતાથી હાંસલ કર્યા બાદ હવે આજે લોકસભામાં આ બીલ રજુ થવાનું છે તેના પગલે તમામની નજર લોકસભાની કાર્યવાહી ઉપર મંડાયેલી છે. આજે લોકસભામાં પાસ થયા બાદ કેન્દ્ર સરકાર જમ્મુકાશ્મીરમાં ત્વરીત કામગીરી શરૂ કરી દેશે એવું રાજકીય નિર્ષ્ણાતો માની રહ્યા છે.

ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી ૩૭૦ની કલમ હટાવવા માટે દેશવ્યાપી કાર્યક્રમો યોજ્યા હતા. આ ઉપરાંત દરેક ચૂંટણીમાં ભાજપે તેમના ચૂંટણી ઢંઢેરામાં ૩૭ૅ૦ની કલમ નાબુદ કરવાનું વચન પણ આપવામાં આવ્યુ હતુ.

ગત લોકસભાના કાર્યકાળ દરમ્યાન રાજ્યસભામાં બહુમતિ નહીં હોવાથી ત્રિપલ તલ્લાક, ૩૭૦ની કલમ સહિતના મહત્ત્વ નિર્ણય લેવામાં આવ્યા નહોતા. પરંતુ સતત બીજી ટર્મમાં આ મહત્ત્વપૂર્ણ કામો પૂરા કરવા માટે મોદી સરકાર કટીબધ્ધ બની હતી.

સૌ પ્રથમ ત્રિપલ તલ્લાક બિલ રાજ્ય સભામાં બહુમતિથી પસાર થઈ જતાં હવે ૩૭૦ની કલમ માટેનું બીલ પણ કોઈ સમયે લાવવામાં આવે એવું રાજકીય પંડિતો માની રહ્યા હતા. બીજી બાજુ કાશ્મીરમાં લશ્કર અને સુરક્ષા દળોના જવાનો તૈનાત કરી દેવામાં આવતા માહોલ ગરમાયો હતો.

ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે આંતરીક સુરક્ષા અંગે મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલાવેલી તાકીદની કેબિનેટની બેઠકમાં ૩૭૦ ની કલમ નાબુદ કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. અને ત્યારબાદ ગૃહમંત્રી અમિત શાહ સીધા જ રાજ્યસભામાં પહોંચી ગયા હતા.

જ્યાં ગૃહની કામગીરી શરૂ થતાં જ અમિત શાહે જમ્મુ-કાશ્મીર કેન્દ્ર શાસીત પ્રદેશ જાહેર કરી ૩૭૦ની કલમ નાબુદ કરતું બીલ રજુ કરતાં જ દેશભરમાં માહોલ બદલાઈ ગયો હતો. ભાજપે આપેલી ચૂંટણી વચન પાળ્યુ હતુ. પરંતુ હવે એ કાયદો બને એ માટેનો પડકાર હતો. પરંતુ રાજ્ય સભામાં દેશના હિતમાં આ કાયદો હોવાનું અમિત શાહે જણાવ્યુ હતુ.

જેનાથી આતંકવાદ ખતમ થઈ જશે અને જમ્મુ-કાશ્મીરનો સૌથી વધુ વિકાસ કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી. જેના પગલે રાજ્ય સભામાં આ બિલ ખુબ જ સરળતાથી પસાર થઈ ગયુ હતુ. એક માત્ર કોંગ્રેસ અને તેના કેટલાંક સાથી પક્ષોએ વિરોધ નોંધાવ્યો હતો.

રાજય સભામાંથી આ મહત્ત્વપૂર્ણ બિલ પસાર થઈ જતાં ભાજપે સૌથી મોટો પડકાર સરળતાથી પાર કરી લેતા હવે આ બીલ કાયદો બનશે એવી સંપુર્ણ શક્યતાઓ બની ગઈ છે. લોકસભામાં ભાજપની સ્પષ્ટ બહુમતિ છે અને એનડીએના ઘટક પક્ષોએ આ મુદ્દે ભાજપને ખુલ્લો ટેકો જાહેર કરેલો છે.

આ ઉપરાંત કોંગ્રેસના પણ સાથી પક્ષો આ બિલ પાસે થાય એ માટે વાક આઉટ કરી ગયા હતા. ગઈકાલે રાજ્ય સભામાં બમણા મતોથી બિલ પાસ થયા બાદ આજે હવે લોકસભામાં આ બિલ રજુ થવાનું છે. લોકસભામાં બિલના મુદ્દે લંબાણપૂર્વકની ચર્ચાઓ થાય એવું મનાઈ રહયુ છે. પરંતુ આજના દિવસે આ બિલ લોકસભામાંથી પસાર થઈ જાય એવું મનાઈ રહ્યુ છે.

લોકસભામાં ભાજપની સ્પષ્ટ બહુમતિ હોવાને કારણે હવે આ બિલ સરળતાથી પસાર થઈ જવાનું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી જયશંકર તથા એનએસએના અજીત ડોભાલ વચ્ચે લંબાણપુર્વકની બેઠક યોજાઈ હતી. જમ્મુ-કાશ્મીર અંગેનું આ બિલો લોકસભામાં ભારે બહુમતિથી પસાર થાય એ માટે પણ તૈયારીઓ કરવામાં આવી હતી.

સાથે સાથે હવે જયારે આ બિલ પસાર થઈ જવાનું છે ત્યારે જમ્મુ-કાશ્મીરમાં મહ¥વપૂર્ણ કામગીરી કરવા માટે કેન્દ્ર સરકાર સતર્ક બની ગઈ છે અને આ મુદ્દે ગઈકાલ રાતથી બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.ખાસ કરીને ભારતના સ્વતંત્ર દિન ૧પમી ઓગષ્ટની ઉજવણી માટેની સંપૂર્ણ ફોર્મ્યુલા ઘડી કાઢવામાં આવી છે અને સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં ત્રિરંગો લહેરાવવા માટે આયોજન કરાયુ છે.

સ્વાતંત્ર દિનની ઉજવણીમાં જમ્મુ-કાશ્મીરની અંદર દેશના ટોચના નેતાઓ જવાના હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યુ છે. આ ઉપરાંત લશ્કરના અધિકારીઓને પણ એલર્ટ કરી દેવાયા છે. આજે સાંજે લોકસભામાં બીલ પસાર થતાં જ જમ્મુ-કાશ્મીરના મુદ્દે કેન્દ્ર સરકાર સતર્ક બની જવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.