જમ્મુ કાશ્મીર વિધાનસભા ચુંટણીની તૈયારીઓ શરૂ
જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભા ચુંટણીની તૈયારીઓ હેઠળ કાશ્મીરી વિસ્થાપિતોની મતદાર યાદીને યોગ્ય કરવાનું કામ શરૂ થઇ ગયું છે. કાશ્મીરથી સંબંધિત વિસ્થાપિત મતદારોની યાદીમાં સુધારો નામ હટાવવા અને જાેડવા ઉપરાંત જે મતદારોના મતદાન ઓળખ પત્રમાં ફોટો નથી તે લગાવવામાં આવી રહ્યાં છે.
આ કવાયત માટે કાશ્મીરના વિવિધ જીલ્લાના જીલ્લા ચુંટણી અધિકારીઓના નિર્દેશો પર ટીમ વિસ્થાપિત શિબિરોનો પ્રવાસ કરી મતદાર યાદી યોગ્ય કરવા ઉપરાંત ચુંટણી ઓળખ પત્ર ફોટો કાર્ડની પ્રક્રિયાને પુરૂ કરવામાં લાગ્યા છે.
આ સંબંધમાં ગાંદરબલ જીલ્લા ચુંટણી વિભાગની એક ટીમ પુરખુ કેપ,મુઠ્ઠી કેમ્પ જગતી કેમ્પ અને ઉધમપુર કેમ્પનો પ્રવાસ આગામી દિવસોમાં કરશે રાહિત કમિશ્નર જમ્મુ કાશ્મીર ( વિસ્થાપિત) તેજ કૃષ્ણ ભટે કહ્યું કે આગામી વિધાનસભા ચુંટણી માટે વિસ્થપિત મતદારોના વોટર યાદીની સમીક્ષા કરવામાં આવી રહી છે.