Western Times News

Gujarati News

જમ્મુ કાશ્મીર : સામાન્ય વર્ગ માટે ૧૦ ટકા અનામત હશે

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીની ચર્ચાઓ વચ્ચે કેન્દ્ર સરકારે પ્રદેશને લઇને એક મોટો ફેંસલો કર્યો છે. હજુ સુધી દેશભરમાં લાગૂ સામાન્ય વર્ગના ગરીબો માટે ૧૦ ટકા અનામતને હવે જમ્મુ કાશ્મીર માટે પણ લીલીઝંડી આપી દીધી છે. કેન્દ્રીયમંત્રીમંડળના નિર્ણય જમ્મુ કાશ્મીરમાં પણ લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સામાન્ય વર્ગ માટે ૧૦ ટકા અનામત લાગૂ થશે. સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે કેબિનેટની બેઠક મળી હતી

જેમાં સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યાને ૩૧થી વધારીને ૩૩ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેબિનેટના મહત્વના નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીયમંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, સામાજિક ન્યાયની જે મોટી પહેલ હતી તે મુજબ આર્થિક આધાર પર ૧૦ ટકા અનામત નોકરીમાં અને શિક્ષણમાં મળશે. હવે જમ્મુ કાશ્મીરમાં પણ આને લાગૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરની વિધાનસભા ચાલી રહી નથી. રાજ્યમાં રાજ્યપાલ શાસન લાગૂ છે જેથી રાજ્ય સરકારની જવાબદારી પણ કેન્દ્રીય કેબિનેટ ઉપર આવી પડે છે.

જાવડેકરે કહ્યું હતું કે, કાશ્મીરમાં અંકુશ રેખાની નજીક રહેનારને અનામત મળી રહ્યું હતું પરંતુ આંતરરાષ્ટ્રીય સરહદની નજીક રહેનાર લોકોને અનામતના લાભ મળી રહ્યા ન હતા. હવે જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સરહદની પાસે રહેનાર લોકોને પણ અનામતના લાભ મળશે. કેન્દ્રીય કેબિનેટે સુપ્રીમ કોર્ટમાં જજાની સંખ્યાને પણ વધારી દીધી છે. હવે ૩૧ના સ્થાને ૩૩ જજ રહેશે. ચંદ્રયાન-૨ને લઇને ઉત્સાહિત સરકારે હવે મોસ્કોમાં પણ ઇસરોની એક ઓફિસ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સાથે સાથે ખેડૂતોને પણ અનેક પ્રકારની સબસિડી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

કેબિનેટની બેઠકમાં આજે સલ્ફર આધારિત ખાતરો માટે સબસિડીમાં વધારાને મંજુરી આપવામાં આવી હતી. નાઇટ્રોજન, ફાસફોરસ, પોટેશિયમ ખાતરોના આડેધડ ઉપયોગને રોકવા માટે સલ્ફર આધારિત ખાતરો માટે સબસિડીમાં વધારો કરવામાં આવ્યો છે. જમીનની સારી સ્થિતિ રહે તે દિશામાં આ પહેલ કરવામાં આવી છે.

કેબિનેટની બેઠકમાં અન્ય નિર્ણય પણ લેવામાં આવ્યા હતા જેમાં ચીટ ફંડ સુધારા ૨૦૧૯ને પણ મંજુરી આપવામાં આવી હતી. આના ભાગરુપે રજિસ્ટર્ડ ચીટ ફંડના બોજને ઘટાડવામાં આવશે. સાથે સાથે લોકોના હિતોનું રક્ષણ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, ભારત ઇન્ટરનેશનલ સેટલમેન્ટ એગ્રિમેન્ટ ઉપર હસ્તાક્ષર કરશે. ખાતરો માટે સીસીઈએને મંજુરી આપવામાં આવી હતી. નાઇટ્રેન આધારિત સબસિડીના રેટમાં પણ મંજુરી આપવામાં આવી છે. ફોસફેટિક અને પોટોસ્ટિક ખાતરો માટે સબસિડી રેટમાં મંજુરી આપવામાં આવી છે. સબસિડી બિલ ૨૨૮૭૫.૫૦ કરોડ રહી શકે છે. સલ્ફર આધારિત ખાતરો માટે સરકાર હવે ૩૫૦-૧૦૦ કિલોની સબસિડી આપશે. સુપ્રીમ કોર્ટમાં જજની સંખ્યા પણ વધારવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.