જમ્મુ કાશ્મીર : હિંસા બાદ ધમકીવાળા પોસ્ટરોથી ભય
નવીદિલ્હી: જમ્મુ કાશ્મીરના શ્રીનનગર અને કાશ્મીરના વિસ્તારોમાં બુધવારની રાત્રે હિંસા અને ચેતવણી ભરેલા પોસ્ટર્સ નજરે પડ્યા બાદ ગઇકાલે ગુરૂવારના દિવસે સમગ્ર દિવસ દરમિયાન દુકાનો અને વેપારી પેઢીઓ બંધ રહી હતી. આજે શુક્રવારના દિવસે પણ બજારોમાં જારદાર સન્નાટો રહ્યો હતો. પરિવહન વ્યવસ્થા ઠપ થયેલી છે. રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસો પણ ઓછી દેખાઇ રહી છે. બુધવારની રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ હિંસા ફેલાવી હતી. કેટલીક ગાડીઓને આગ ચાંપી દીધી હતી. અધિકારીઓએ કહ્યુ છે કે કેટલાક વિસ્તારોમાં બંધની હાકલ કરવામાં આવી ચુકી છે.
છેલ્લા કેટલાક દિવસથી દુકાનો સવારમાં દુકાનો ખોલી રહ્યા હતા. જા કે ચેતવણી બાદ ફરી એકવાર સન્નાટો જાવા મળી રહ્યો છે. ખીણમાં શહેર અને અન્ય જગ્યાએ જાહેર પરિવહનના સાધન પણ ઓછા દેખાયા હતા. જા કે કેટલાક ઓટો રિકક્ષા નજરે પડ્યા હતા. શહેરોની વચ્ચે ચાલનાર કેબ નજરે પડી હતી. અત્રે નોંધનીય છે કે રાજ્યમાં આટિકલ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ ૧૦૭ દિવસ થઇ ગયા છે. ખીણમાં સ્થિતિ સામાન્ય બની રહી છે.
૧૬મી નવેમ્બરના દિવસે સ્થિતિ સામાન્ય દેખાઇ હતી. એ વખતે કેબ સહિત જાહેર પરિવહન સામાન્ય રહેતા લોકો રાહત અનુભવી રહ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન દુકાનો અને વેપારી પેઢી ખુલી રહી હતી. બિઝનેસ કારોબારમાં પણ તેજી આવી ગઇ હતી. જા કે અસામાજિક તત્વોની હકતના કારણે ફરી એકવાર સ્થિતિ તંગ બની ગઇ છે. અજંપાભરી શાંતિ હવે પ્રવર્તી રહી છે. જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જા આપતી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ હવે સ્થિતિ સામાન્ય કરવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા વ્યવસ્થા પણ હળવી કરવામાં આવી રહી છે. લોકોને પરેશાની ન થાય તેવા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.