જમ્મુ કાશ્મીર : ૪૦ કિલો વિસ્ફોટકોનો જથ્થો કબજે
જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક મોટી ત્રાસવાદી યોજનાને નિષ્ફળ બનાવી દીધી છે. ત્રાસવાદીઓના હુમલાના એક ખતરનાક કાવતરાને નિષ્ફળ બનાવી દઇને સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન દરમિયાન ૪૦ કિલો વિસ્ફોટક સામગ્રી જપ્ત કરી છે.
સુરક્ષા દળોએ કઠુઓના દિલાવલ વિસ્તારમાં ગેવલ ગામમાં આ વિસ્ફોટક સામગ્રી કબજે કરી છે. સુરક્ષા દળો હવે આ બાબતની માહિતી મેળવી લેવાના પ્રયાસ કરી રહ્યા છે કે આ વિસ્ફોટક સામગ્રી કયા ઇરાદા સાથે લાવવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ને દુર કરવામાં આવ્યા બાદ ખીણમાં ફરી એકવાર ત્રાસવાદીઓ સક્રિય થઇ રહ્યા છે.
કાશ્મીરમાં ત્રાસવાદીઓને લઇને મોટો અહેવાલ આપ્યો છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે કાશ્મીરમાં ૨૩૭ ત્રાસવાદીઓ સક્રિય છે. જેમાં ૧૬૬ સ્થાનિક ત્રાસવાદીઓ છે. જ્યારે ૧૦૭ પાકિસ્તાની ત્રાસવાદીઓ છે. ખીણમાં સૌથી વધારે ૧૧૨ ત્રાસવાદી લશ્કરે તોયબાના રહેલા છે. જ્યારે ૧૦૦ ત્રાસવાદી હિઝબુલ મુઝાહીદ્દીનના રહેલા છે. ત્રાસવાદી સંગઠન જેસના ૫૯ ત્રાસવાદીઓ રહેલા છે. અલ બદરના ત્રણ ત્રાસવાદીઓ રહેલા છે. આ તમામ ત્રાસવાદીઓ મોટા હુમલાની યોજના બનાવી રહ્યા છે. પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામનો ભંગ કરીને સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. તેની યોજના ત્રાસવાદીઓને કાશ્મીરમાં ઘુસાડી દેવા માટેની રહેલી છે. આ વર્ષે પાકિસ્તાને ૨૦૫૦ વખત યુદ્ધવિરામનો ભંગ કરીને ગોળીબાર કર્યો છે.
જમ્મુ કાશ્મીરમાં જે ત્રાસવાદી સંગઠનો સક્રિય છે તે પૈકી ૧૫૮ આતંકવાદી દક્ષિણ કાશ્મીરમાં, ૯૬ ત્રાસવાદી ઉત્તર કાશ્મીરમાં અને ૧૯ આતંકવાદી મધ્ય કાશ્મીરમાં સક્રિય થયેલા છે. પાકિસ્તાન દ્વારા સતત યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવી રહ્યો છે.
આમા ૨૧ ભારતીયો આ વર્ષે મૃત્યુ પામ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું છે કે, ભારતે પાકિસ્તાન સમક્ષ ૨૦૦૩ના યુદ્ધવિરામ સમજૂતિને અમલી કરવા રજૂઆત કરી હોવા છતાં પાકિસ્તાને અંકુશરેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર યુદ્ધવિરામનો ભંગ જારી રાખ્યો છે. જમ્મુ કાશ્મીરમાં સ્થિતિ હજુ પણ પડકારરુપ બનેલી છે.