Western Times News

Gujarati News

J&K ઘાટીમાં નવેમ્બરમાં વરસાદ અને હિમવર્ષાએ ૬૦ વર્ષનો રેકોર્ડ તોડયો

નવી દિલ્હી, કાશ્મીર ઘાટી અને લદ્દાખમાં નવેમ્બર મહીનામાં સતત પશ્ચિમી હવાઓની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદ અને હિમવર્ષાએ ઘાટીમાં ૬૦ વર્ષ જૂનો રેકોર્ડ તોડયો છે. નવેમ્બર મહિનામાં સામાન્ય કરતાં ૩૦૦ ટકા વધારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના નિદેશ સોનમ લોટસેના જણાવ્યા અનુસાર પશ્યિમી હવા અને અરબ સાગરમાં ઉભા થયેલા મહા સઇકલોનની સંયુકત અસરના કારણે જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં ઘણો વધારે વરસાદ અને હિમવર્ષા થઇ છે. જેનો પ્રભાવ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ જોવા મળ્યો.

નવેમ્બરના પહેલા અઠવાડિયામાં કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મૂ-કાશ્મીરમાં ૭ અને ૮ નવેમ્બરના રોજ ભારે હિમવર્ષા થઇ. માત્ર ૨૪ કલામાં ૨ ફૂટથી લઇને ૪ ફૂટ સુધી ઘાટીમાં બરફની ચાદર જોવા મળી. ત્યારબાદ ૧૧ નેવેમ્બરના રોજ દ્યાટીમાં ફરી મૌસમ બદલાયુ અને પહાડી વિસ્તારોમાં હિમવર્ષા જયારે મેદાન વિસ્તારોમાં વરસાદનો સિલસલો સતત ત્રણ દિવસ સુધી ચાલ્યો. હવે એકવાર ફરી આ પશ્યિમી હવાઓ અને કાશ્મીર અને લદ્દાખનું વલણ કર્યું છે. હવામાન વિશેષજ્ઞોના અનુસાર આ હવા ઉત્તરી પાકિસ્તાનથી આવી છે અને તેની અસર જમ્મૂ-કાશ્મીર પર પડી છે. જેના કારણે પ્રદેશમાં સતત વરસાદ જારી રહ્યો છે. શ્રીનગરમાં મંગળવાર મોડી રાતથી વરસાદ જારી છે. બુધવાર સાંજે થોડી હિમવર્ષા પણ થઇ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.