જમ્મૂ-કાશ્મીરમાં જમીન અને વાયુસેનાને હાઈ એલર્ટ
જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય સેના, વાયુ સેના અને સુરક્ષા બળોને હાઈ એલર્ટ પર રહેવાનો નિર્દેશ રજૂ કરવામાં આવ્યો છે. આ નિર્દેશ પાકિસ્તાન તરફથી કરાતી સંભવિત હરકતને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. ખાનગી એજન્સીઓ પાસેથી ઈનપુટ મળી રહ્યા છેકે, કાશ્મીર ઘાટીમાં ગડબડ પેદા કરવા માટે પાકિસ્તાન એવી નાપાક હરકતો કરી શકે છે. તેનાથી નિપટવા માટે સેનાના દરેક અંગોને ઉચ્ચ સતર્કતા રાખવાનું કહેવામાં આવ્યુ છે.
જમ્મૂ-કાશ્મીરને લઈને ભારત સરકારના નિર્ણયથી અકળાયેલું પાકિસ્તાન પોતાના નાપાક મનસૂબાઓને અંજામ આપવાના ફિરાકમાં છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સમૂહ ઘાટીમાં હુમલાને અંજામ આપવાના પ્રયાસો કરી શકે છે. ઘાટીમાં તેજીથી બદલાઈ રહેલી પરિસ્થિતીથી પાકિસ્તાનની બેચેની વધી રહી છે