જયંતિ ભાનુશાળી કેસમાં ફરાર મનીષા અને સુરજીત યુપીથી ઝડપાયા
સીઆઈડી ક્રાઈમને મળેલી મહત્વપૂર્ણ સફળતા |
(પ્રતિનિધિ) અમદાવાદ : દેશભરમાં ચકચાર મચાવનાર ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં (Former BJP MLA Jayanti Bhanushali murder case) દેશવ્યાપી તપાસ ચાલી રહી હતી ત્યારે ગુજરાત સીઆઈડી ક્રાઈમની ટીમને મહત્વપૂર્ણ સફળા મળી છે અને આ કેસમાં નાસતા ફરતા મનીષા તથા તેના સાથી સુરજીત ભાઉને ઉત્તરપ્રદેશમાંથી ઝડપી લેવામાં આવ્યા છે અને આ બંને આરોપીઓને ગુજરાત લાવવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે થોડા મહિના પહેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય અને ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળી ટ્રેન મારફતે કચ્છથી અમદાવાદ (Coming from Kutchh to Ahmedabad in Train) આવવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં જ ચાલુ ટ્રેને અજાણ્યા શખ્સોએ તેમની ગોળી મારી હત્યા કરી નાંખી હતી જેના પગલે ભારે સનસનાટી મચી ગઈ હતી આ કેસમાં સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય એજન્સીઓ પણ તપાસ કરી રહી હતી.
આ કેસમાં મુખ્ય સુત્રધાર તરીકે મનીષા અને સુરજીત ભાઉ નામની વ્યક્તિઓના નામ બહાર આવ્યા હતા અને તેઓને ઝડપી લેવા માટે દેશભરમાં તપાસ ચાલી રહી હતી આ હત્યા પાછળ અનેક કારણો જવાબદાર હતા
જેના પગલે રાજકીય દુશ્મનાવટમાં તથા પૈસાની લેવડદેવડ સહિતના કારણોસર જયંતિ ભાનુશાળીની હત્યા થઈ હોવાનું પોલીસ માની રહી હતી.
રાજકિય લડાઈમાં જયંતિ ભાનુશાળીની હત્યા માટે સોપારી આપવામાં આવી હતી અને તેમાં મનીષા તથા છબીલ પટેલના નામો ચર્ચાતા હતાં. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા માટે સોપારી આપવામાં આવી હતી અને રૂ.૩૦ લાખ આપવામાં આવ્યા હતાં.
અગાઉ પોલીસે આ ઘટનાની તપાસ કરી હત્યા કરનાર શશીકાંત ઉર્ફે દાદા તથા અશરફ શેખને સાપુતારાના તોરણ ગેસ્ટહાઉસમાંથી ઝડપી લીધા બાદ તેઓની પુછપરછમાં ચોંકાવનારી વિગતો ખુલી હતી. (Shashikant aka Dada and Ashraf Shaikh arrested from Toran Guest house, Saputara, Gujarat)
હત્યારાઓએ અનેક દિવસ સુધી જયંતિ ભાનુશાળીની રેકી કરી હતી જેના પરિણામે ભુજમાં હત્યા કરવી અશક્ય જણાતી હતી.
જેના પગલે ટ્રેનમાં જ તેની હત્યા કરવાનું ષડયંત્ર ઘડાયુ હતું જયંતિ ભાનુશાળી અમદાવાદ આવવાના છે તેની તમામ વિગતો શાર્પ શુટરને આપવામાં આવી હતી અને ત્યારબાદ જયંતિ ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. આરોપીઓએ ચાલુ ટ્રેને જયંતિ ભાનુશાળીની હત્યા કરી ચેઈન પુલીંગ કરી ફરાર થઈ ગયા હતા અને ત્યારબાદ બે માસ સુધી સંતાતા ફરતા હતાં પોલીસે સમગ્ર ઘટનાનું રિકસ્ટ્રકશન કર્યું હતું અને ત્યારબાદ ચેઈન પુલીંગની ઘટના તથા પ્રવાસીઓની માહિતી મેળવી મહત્વપૂર્ણ વિગતો મેળવી હતી.
ટ્રેનમાં જયંતિ ભાનુશાળીની હત્યા સમયે એકમાત્ર સાક્ષી હતો કે જેણે આરોપીઓને જાયા હતા અને તેની પુછપરછના આધારે આરોપીઓના સ્ક્રેચ તૈયાર કરવામાં આવ્યા હતાં.
આ કેસમાં મુખ્ય સુત્રધાર તરીકે જયંતિ ભાનુશાળીના કટ્ટર હરીફ છબીલ પટેલનું નામ ખુલ્યુ છે અને તેને ઝડપી લેવા માટે તપાસ ચાલી રહી છે. આ દરમિયાનમાં ગુજરાતની સીઆઈડી ક્રાઈમની (Gujarat CID Crime and railway police) રેલવે પોલીસને મહત્વપૂર્ણ માહિતી મળી હતી કે ફરાર આરોપી મનીષા અને તેનો સાથીદાર સુજીત ઉત્તર પ્રદેશમાં સંતાયેલા છે જેના આધારે ગઈકાલ મોડી રાત્રે આ બંનેને ઝડપી લેવામાં આવ્યા છે.