જયપુરમાં એક અધિકારીના ઘરથી ACBને મળી 47 લાખ રૂપિયા કેશ
જયપુર, જયપુરમાં ભષ્ટ્રાચાર નિરોધક બ્યૂરોએ પેટ્રોપ પંપની એનઓસી જાહેર કરવા મામલે 50 હજાર રૂપિયાની લાંચ લેતા એક અધિકારીની ધરપકડ કરી હતી. બુધવારે એક્સઇએન દાન સિંહ અને ટેકનિકલ સહાયક સીતારામ વર્માને આ કેસમાં રંગે હાથ પકડવામાં આવ્યા છે. આ બંને આરોપી મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાંસપોર્ટ એન્ડ હાઇવે અધિકારીઓ છે.
એસીબીએ આ મામલે પડકાયેલા ટેકનીકલ સહાયક અધિકારી સીતારામ વર્માના જયપુર સ્થિત ઘરે તલાશી કરી તો તેમની પાસેથી મોટી માત્રામાં કેશ અને સંપત્તિના દસ્તાવેજ મળી આવ્યા. એસીબીએ સીતારામ વર્માના ઘરમાંથી 47 લાખ 77 હજાર 250 રૂપિયા કેશ મળ્યા છે. એસીબીએ આ મામલે 47 લાખ 37 હજાર 900 રૂપિયા જપ્ત કર્યા છે.
એસીબીના કહેવા મુજબ વર્માએ આ મોટી રકમ તેના કબાટમાં છુપાવીને રાખી હતી. અને આટલી મોટી માત્રામાં કેશ મળતા એસીબીએ નોટ ગણવાનું મશીન મંગાવ્યું હતું. જેથી યોગ્ય રીતે નોટોની ગણતરી કરી શકાય. વધુમાં તપાસમાં આરોપી સીતારામ વર્માની પાસેથી ચાર માળનું મકાન, 3 પૈડાના વહાન અને અનેક ફ્લેટના દસ્તાવેજ પણ મળ્યા છે. એસીબીએ શુક્રવારે વર્માના બેંક લોકર્સની પણ તપાસ કરશે.
એસીબીના એડીજી દિનેશ એમએનએ જણાવ્યું કે આરોપી હવે આવકથી વધુ સંપત્તિ રાખવા મામલે પણ તપાસ થશે. નોંધનીય છે કે સરકારના અનેક અધિકારીઓ દ્વારા સામાન્ય લોકોને લોન કે અન્ય કોઇ મંજૂરી પાસ કરાવવા માટે લાંચ માંગતા રહેતા હોય છે.
આવી ઘટનામાં ભષ્ટ્રાચારને થતો રોકવા માટે ભષ્ટ્રાચાર નિરોધક બ્યૂરોની મદદ લઇને આવો ભષ્ટ્રાચાર કરતા લાંચિઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ રીતે તેમને રંગહાથ પકડીને તેમની પર કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે બ્યૂરો દ્વારા વધુ એક આવા જ ભષ્ટ્ર અધિકારીને પકડવામાં બ્યૂરોએ સફળતા મેળવી છે.