જયપુરમાં ચાર શ્વાનને ગોળી મરાઈ, ત્રણનાં મોત થયા
જયપુર,રાજસ્થાનની રાજધાની જયપુરમાં શ્વાનના ‘સોપારી કિલિંગ’ની ઘટના બની છે. જયપુરના બૈનાડ વિસ્તારમાં ૪ શ્વાનને ખૂબ જ ર્નિદયતાપૂર્વક ગોળી મારવામાં આવી હતી જેમાંથી ૩ના ઘટના સ્થળે જ મોત થયા હતા જ્યારે ચોથું શ્વાન ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટના બાદ મોટી સંખ્યામાં પશુપ્રેમીઓ તે વિસ્તારમાં એકઠા થઈ ગયા હતા અને આ મામલે કેસ દાખલ કરાવીને કાર્યવાહીની માગણી કરી હતી.
પોલીસે આ અંગેની એફઆઈઆરદાખલ કરીને યોગ્ય કાર્યવાહી કરવા માટેનું આશ્વાસન આપ્યું છે.બુધવારના રોજ બનેલી આ ઘટનામાં એક સ્થાનિક વ્યક્તિએ જ શૂટર દ્વારા ગોળી ચલાવડાવી હોવાનું સામે આવ્યું છે. શૂટરે ૪ શ્વાનને ટાર્ગેટ કર્યા હતા જેમાંથી ૩ના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે ઘાયલ થયેલા ચોથા શ્વાનને દાખલ કરવામાં આવ્યું છે.
ઘટના સ્થળે એકત્રિત થયેલા પશુપ્રેમીઓએ તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવીને આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ સાથે જ જેના દ્વારા ગોળી ચલાવવામાં આવી તે હથિયાર પણ જપ્ત કરવાની માગણી કરવામાં આવી છે.પશુઓ સામેની ક્રૂરતા વિરૂદ્ધ કામ કરી રહેલા એનિમલ એક્ટિવિસ્ટ મરિયમ અબૂ હૈદરીએ આ સમગ્ર ઘટના અંગે માહિતી આપી હતી.
તેમના કહેવા પ્રમાણે કેટલાક લોકોએ સ્થાનિક નિવાસી સુઆલાલે આ માટેની સોપારી આપી હોવાનું જણાવ્યું છે. સુઆલાલે પૈસા આપીને બંદૂક વડે ગોળી મરાવીને શ્વાનને મોતને ઘાટ ઉતારાવ્યા હતા.વધુમાં જણાવ્યું કે, એનિમલ એક્ટિવિસ્ટની ટીમે ઘટના સ્થળે પહોંચીને ત્રણેય શ્વાનના મૃતદેહ કબજામાં લીધા છે. ઈજાના નિશાન સ્પષ્ટ દર્શાવે છે કે, તેમને ગોળી વાગી છે.
શરૂમાં પોલીસે આ મામલે કેસ દાખલ કરવા આનાકાની કરી હતી પરંતુ બાદમાં એફઆઈઆરનોંધીને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. તેમણે આ કેસને છેલ્લે સુધી ફોલો કરીને દોષિતોને સજા અપાવવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ss2kp