Western Times News

Gujarati News

જયપુરમાં ડોક્ટરોએ કોરોના સંક્રમિત દંપતિની દવાઓથી સફળ સારવાર કરી

જયપુર, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસને મહામારી જાહેર કરી દીધી છે. દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને ૭૬ થઇ ગઇ છે. દિલ્હી, યૂપી, બિહાર અને એમપી સહિત ઘણા રાજ્યોએ આજે ૩૧ માર્ચ સુધી તમામ સ્કૂલ અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. સરકારે પણ સેનામાં કોરોનાના લીધે આગામી ૧ મહિના સુધી જવાનોની ભરતી અટકાવી દીધી છે. કોરોના સામે જંગમાં સાર્ક દેશો સાથે પીએમ મોદીએ મળીને રણનીતિ બનાવવાની અપીલ કરી છે.

આ દરમિયાન આખી દુનિયા માટે મહામારી બની ચૂકેલા કોરોના વાયરસ વિરૂદ્ધ ભારતની એક સકારાત્મક પહેલ સંજીવની બૂટી સાબિત થઇ શકે છે. જયપુરમાં ભારતીય ડોક્ટર્સે કોરોના સંક્રમિત ઇટલીથી આવેલા દંપતિનું એન્ટી રેટ્રોવાયરલ દવાઓથી સફળ સારવાર કરી છે. જોકે અત્યારે પ દવાઓની પુરી અસરની તપાસ થઇ રહી છે પરંતુ પરિણામ જો આશા અનુસાર રહ્યા તો મહામારી કોરોન વિરૂદ્ધ આ ભારતનો ;’સંજીવની’ ફોર્મૂલા હશે.

ભલે દુનિયાભરના દેશ અત્યાર સુધી કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરવામાં નિષ્ફળ રહ્યા તો પરંતુ જો મોદી સરકારની પહેલ રંગ લાવી તો શક્ય છે કે જલદી ભારતના બતાવેલા માર્ગ પર ચાલીને કોરોના વાયરસની સારવાર શોધી લેવામાં આવશે. જોકે કોરોનાથી સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાન આ વાતના સંકેત મળ્યા છે કે એચઆઇવીની સારવારમાં ઉપયોગ થનારી દવાઓ કોરોનાના દર્દી પર કારગર સાબિત થઇ રહી છે.

ઇટલીથી ભારત આવેલા દંપતિની સારવારમાં લોપિનાવિર અને રિટોનાવિર કોમ્બિનેશનની દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. આ દંપતિ જયપુરમાં કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા અને ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર ૧૪ દિવસમાં સારવાર બાદ દંપતિની સ્વાસ્થ્યમાં ઘણો સુધારો આવ્યો છે.

સરકાર તરફથી કોરોનાને લઇને સતત સાવધાનીના પગલાં ભરવામાં આવી રહ્યા છે. બેઠકોનો દૌર ચાલુ છે. જાણકારોનું માનવું છે કે કોરોના વાયરસની વેક્સીન તૈયાર કરવામાં હજુ પણ વર્ષથી દોઢ વર્ષનો સમય લાગી શકે છે અને ઉૐર્ં પણ આ વાતની તપાસ કરી રહી છે કે એન્ટી એચઆઇવી દવાઓની કોરોના સંક્રમિત દર્દીઓ પર કેટલી અસર થાય છે. પરંતુ એ વાતને નકારી ન શકાય કે જો કોરોના વાયરસ પર આ દવાઓના પરિણામ ખરેખર આશા અનુસાર વિશ્વને મહામારી કોરોના વિરૂદ્ધ આ ભારતની ‘સંજીવની’ ફોર્મૂલા હશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.