જયરાજસિંહનું પત્તુ કાપવામાં કોંગ્રેસની જેસીબી જવાબદાર??
શું જયરાજસિંહ ભાજપમાં જાેડાશે તો તેમને ખેરાલુની બેઠક ફાળવવામાં આવશે ખરી??
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સીનિયર અગ્રણી જયરાજસિંહ પરમારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દેતા પક્ષમાં આંતરીક મતભેદો ચાલી રહ્યા હતા એ સપાટી પર આવી ગયા છે. કોંગ્રેસમાં સબ સલામત નથી તેનો ખ્યાલ નવા પ્રદેશ પ્રમુખને આવી ગયો હોય તેમ જુદા જુદા જુથોને એકમંચ પર લાવવા પ્રયાસ કરી દીધો હતો.
પરંતુ છેવટે જયરાજસિંહ જેવા યુવાનેતાએ રાજીનામુ આપી દેતા તેમના આ પ્રયાસને ભારે ફટકો જરૂર પડ્યો છે તેમ કહી શકાય.મહેસાણા-બહુચરાજીના કોંગી આગેવાનો-કાર્યકરોએ પક્ષને ‘રામ-રામ’ કરી દીધા છે. કોંગ્રેસમાં લાંબા સમયથી આંતરીક મતભેદો ચાલી રહ્યા છે તે નવાઈની વાત નથી.
રાજકીય પાર્ટીઓમાં કોઈપણ આગેવાનોને ક્યારેય સંતોષ આપી શકાતો નથી. ક્યાંકને ક્યાંક તેની મહત્વાકાંક્ષા છતી થતી હોય છે. કોંગ્રેસના કાર્યકરોમાં એવી ચર્ચા પણ ચાલી રહી છે કે ખેરાલુની બેઠક પરથી કોંગ્રેસમાં જયરાજસિંહ પ્રબળ દેાવેદાર હતા. કદાચ તેમણે પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં તેઓ ફાવ્યા નહોતા.
લગભગ છેલ્લા બે-ત્રણ વખતથી તેમનું પત્તુ કપાતા તેઓ પક્ષની નીતિરીતિથી નારાજ ચાલતા હતા. પાછુ એવુૃં જાેવા મળે છે કે ઘણી વખત જેનુ નામ ચાલતુ ન હોય એવી વ્યક્તિને પ્રોજેક્ટ કરવામાં આવતી હોય છે.
કોંગ્રેસના કાર્યકરોમાં એવું કહેવાય છે કે જયરાજસિંહનુૃં પત્તુ કાપવામાં જેેસીબી નામના ત્રણ આગેવાનોની પ્રબળ ભૂમિકા પડદા પાછળની હતી. આ જેસીબના નામો કોંગી કાર્યકરોના જબાન પર છે. જાે કે જયરાજસિંહ ભાજપમાં સંભવતઃ જાેડાય એવી અટકળો છે. ત્યારે તેમને શું ભાજપમાંથી ખેરાલુની ટીકીટ અપાશે ખરી? તે પ્રશ્ન સૌ કોઈના મનમાં છે.
એવુૃૃ પણ બને કે આ વિસ્તારમાં જ ભાજપના કોઈ આગેવાનનું રાજકીય કદ વેતરવા માટે જયરાજ સિંહને ટીકીટ આપવામાં આવી હોય.જાે કે હાલના તબક્કે આ ‘જાે તો’ની વાત છે. પરંતુ હાલના રાજકારણની પરિસ્થિતિ જાેતા કંઈ પણ સંભવ થઈ શકે છે.