જયરામ રમેશને મહાસચિવ અને સંચાર વિભાગના પ્રભારીની જવાબદારી સોંપાઇ
નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઇડી નેશનલ હેરાલ્ડ કેસમાં પુછપરછ કરી રહી છે ત્યારે કોંગ્રેસે હાલમાં દિગ્ગજ નેતા જયરામ રમેશને મહત્વની જવાબદારી સોંપી છે.
જયરામ રમેશને કોંગ્રેસના મહાસચિવ અને કોમ્યુનિકેશન વિભાગના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે,કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના મહાસચિવ અને સંચાર વિભાગના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે મીડિયા, સોશિયલ મીડિયા અને ડિજિટલ મીડિયાના કામની પણ દેખરેખ રાખશે.
કોંગ્રેસે રણદીપ સુરજેવાલાના સ્થાને જયરામ રમેશને સંચાર, પ્રચાર અને મીડિયાના પ્રભારી જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે. સુરજેવાલાને સંદેશાવ્યવહારના પ્રભારી જનરલ સેક્રેટરી તરીકેની તેમની વર્તમાન જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા છે અને તેઓ કર્ણાટકના પ્રભારી જનરલ સેક્રેટરી તરીકે ચાલુ રહેશે, એમ પાર્ટીના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને રાજ્યસભા સાંસદ રમેશને તાત્કાલિક અસરથી પક્ષના વડા સોનિયા ગાંધી દ્વારા સામાજિક અને ડિજિટલ મીડિયા સહિત સંચાર, પ્રચાર અને મીડિયાના પ્રભારી જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.HS1MS