જયલલિતાના નજીકના શશિકલા કોરોના પોઝીટીવ: આઇસીયુમાં દાખલ
બેંગ્લુરૂ, એઆઇએડીએમકેથી બહાર થઇ ચુકેલ નેતા અને તમિલનાડુના સ્વ પૂર્વ મુખ્યમંત્રી જે જયલલિતાના સહાયક રહી ચુકેલ ૬૬ વર્ષની વી કે શશિકલા કોરોનાથી સંક્રમિત જણાતા તેમને કોવિડ ૧૯ના ઇટેંસિવ કેયર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા હતાં આજે સવારે વિકટોરિયા હોસ્પિટલ તરફથી તેમના આરોગ્યનું બુલેટીન જારી કરવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું છે કે હાલ તેમની સારવાર કોવિડ ૧૯ માટે જારી સ્ટૈંડર્ડ પ્રોટોકોલ હેઠળ કરવામાં આવી રહી છે.
બુલેટીનમાં કહેવામાં આવ્યું છે કે શશિકલાના ટેસ્ટમાં કોવિડ ૧૯ ગંભીર ન્યુમોનિયા ટાઇપ ૨ ડાયબિટીજ હાઇપરટેંશન હાઇપોથોઇરોઇડિજમ ડાયગ્નોજ કરવામાં આવ્યો છે છે શશિકલાનો પહેલા કોવિડ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો જેમાં તે નેગેટિવ આવ્યા હતાં બેંગ્લુરૂના પરપ્પના અગ્રહરા જેલમાં સજા કાપી રહેલ શશિકલાને બુધવારે તાવ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યા આવી ત્યારબાદ તેમને લેડી કર્જન મેડિકલ કોલેજ અન્ડ રિસર્ચ ઇસ્ટીટયુટમાં દાખલ કરાવવામાં આવ્યા હતાં અહીં તેમણે સીટી સ્કેન અને બીજા ટેસ્ટ માટે વિકટોરિયા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં જ્યાં બાદમાં તેમને દાખલ કરવામાં આવ્યા.
દાખલ થયા તે સમયે તેમનું ઓકસીજન સેચુરેશન ફકત ૮૦ હતું અને તેમને બે ત્રણ દિવસમાં રજા આપી દેવામાં આવશે જાે કે હવે શશિકલા વિકટોરિયા હોસ્પિટલમાં કોવિડ ૧૯ની સારવાર કરાવી રહ્યાં છે તેમની તબિયત ખરાબ હોવાના અહેવાલ આવ્યા બાદ તેમનો ભત્રીજાે અને અમ્મા મકકલ મુનેત્ર કડગમના મહામંત્રી ટીટીવી દિનાકરણે કહ્યું હતું કે તેમની હાલત સ્થિર છે અને ડોકટરો સતત તેમનું મોનિટર કરી રહ્યાં છે.
એ યાદ રહે કે અગ્રહરા જેલમાં બંધ વીકે શશિકલાને ફેબ્રુઆરી ૨૦૧૭માં આવક કરતા વધુ સંપત્તિ રાખવાના મામલામાં ચાર વર્ષની સજા સંભળાવવામાં આવી હતી અને આ મહીનાના અંત સુધી તે જેલમાંથી મુકત થનાર છે.HS