જયશંકરે અફઘાન વિદેશ મંત્રી સાથે અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી
દુશાન્બે: વિદેશ મંત્રી એસ જયશંકરે અફઘાનિસ્તાનના પોતાના સમકક્ષ મોહમ્મદ હનીફ અતમર સાથે તઝાકિસ્તાનની રાજધાની દુશાન્બેમાં મુલાકાત કરી અને આ દરમિયાન અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી છે.
જયશંકર શંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) ના વિદેશ મંત્રીઓની પરિષદ અને અફઘાનિસ્તાન પર એસસીઓ સંપર્ક સમૂહોની બેઠકોમાં ભાગ લેવા માટે મંગળવારે બે દિવસીય પ્રવાસ પર દુશાન્બે પહોંચ્યા છે.
જયશંકરે ટ્વીટ કર્યુ- મારા દુશાન્બેના પ્રવાસની શરૂઆત અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મોહમ્મદ હનીફ અતમર સાથે મુલાકાતની સાથે થઈ. હાલના ઘટનાક્રમને લઈને તેમની અદ્યતન જાણકારી મેળવી. અફઘાનિસ્તાન પર એસસીઓ સંપર્ક સમૂહની કાલે યોજાનારી બેઠકરને લઈનેવ ઉત્સાહિત છું.
ઉલ્લેખનીય છે કે આ બેઠક ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે આ તેવા સમયે થઈ રહી છે, જ્યારે તાલિબાની આતંકીઓ અફઘાનિસ્તાનના વિસ્તારમાં ઝડપથી કબજાે કરી રહ્યા છે, જેણે વૈશ્વિક સ્તર પર ચિંતા વધારી દીધી છે. ભારતે અફઘાન દળો અને તાલિબાન લડાકુ વચ્ચે ભીષણ લડાઈને ધ્યાનમાં રાખી કંધાર સ્થિત પોતાના વાણિજ્ય દૂતાવાસથી લગભગ ૫૦ રાજદ્વારીઓ તથા સુરક્ષા કર્મીઓને એક સૈન્ય વિમાન દ્વારા પરત બોલાવી લીધા છે.