બાયડમાં જયસિંહભાઈની આગેવાનીમાં પદયાત્રા સાથે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત
બાયડ: બાયડની આ પેટા ચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસ વચ્ચે સીધો રસાક્ષીભર્યો જંગ છે.જેમાં સમગ્ર ચૂંટણી દરમિયાન કોંગ્રેસ-ભાજપના પ્રદેશ પ્રમુખોથી માડી રાજ્ય સ્તરના નેતાઓ,જિલ્લા કક્ષાના આગેવાનો,જિલ્લા સંગઠનના પ્રમુખોથી માડી બન્ને પક્ષોના કાર્યકરો દ્વારા પ્રચાર હાથ ધરાયો હતો.
જિલ્લા ભાજપ મીડિયા કન્વીનર પ્રભુદાસભાઈ પટેલે જણાવ્યું કે ભારતીય જનતા પક્ષ દ્વારા બુથ-બુથ સુધી,ટોર ટુ ડોર ,ઘરેઘર લોક સંપર્ક, જિલ્લા પંચાયતો દીઠ સમેલનો, ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ,ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા,કેબિનેટ જયેશભાઇ રાદડીયા,પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ હાણ,જિલ્લા પ્રભારી હર્ષદગીરી ગોસ્વામી, જિલ્લા ભાજપના પ્રમુખ રણવીસિંહ ડાભી અને મહામંત્રી શામળભાઈ પટેલ,સહકારી આગેવાનોની ઉપસ્થિતિમાં બે સહકાર સમેલનો યોજવામાં આવ્યા હતા.
અરવલ્લી, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ભાજપના ધારાસભ્યો,પૂર્વ ધારાસભ્યો,સંગઠનના પ્રમુખ-મંત્રીઓ સહિત આગેવાનો પણ બાયડ પેટા ચૂંટણીમાં પોતાને સોપાયેલ જવાબદારી સાજન વહન કરી ચૂંટણી ના પડઘમ શાંત થવા સુધી સતત પ્રચારમાં રહ્યા હતા. દરમિયાન શુક્રવારે ડેમાઈમાં પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણની આગેવાનીમાં ભાજપના ધ્વજ સાથે પદયાત્રા યોજાતા ડેમાઈ સરપંચ મહેશભાઈ પટેલ સહિત આગેવાનો,કાર્યકરો જોડાયા હતા.