જયાં સુધી જમ્મુ કાશ્મીરનો ઝંડો પાછો નહીં મળે હું તિરંગો પણ ઉઠાવીશ નહીં: મહેબુબા
શ્રીનગર, જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપીના વડા મહેબુબા મુફતીએ પોતાના એક નિવેદનને લઇને ચર્ચામાં છે.તેમણે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે જયાં સુધી તેમને તેમનો ઝંડો ( જમ્મુ કાશ્મીરનો ઝંડો) પાછો નહીં મળે ત્યાંસુધી તે તિરંગો ઝંડો પણ ઉઠાવશે નહીં. હવે મહેબુબા મુફતીના આ નિવેદન પર યોગી સરકારમાં મંત્રી મોહસિન રજાએ પલટવાર કર્યો છે.
યોગી સરકારમાં લધુમતિ બાબતોના મંત્રી મોહસિન રજાએ મહેબુબા મુફતીને સલાહ આપતા કહ્યું છે કે તે પાકિસ્તાન ચાલ્યા જાય રજાએ મુફતીના નિવેદન પ્રત્યે નારાજગી વ્યકત કરતા કહ્યું કે મહેબુબા મુફતી ઇમરાન અને રાહુલ ગાંધીની ભાષા બોલી રહ્યાં છે. નજરબંધીથી બહાર આવી મુફતી જે રીતની ભાષા બોલી રહી છે તે સ્પષ્ટ દર્શાવે છે કે તે પાકિસ્તાન અને કોંગ્રેસની ભાષા બોલી રહી છે.
યુપીના મંત્રીએ કહ્યું કે આ લોકો ભારત તેરે ટુકડે હોંગેં ગેગંના લોકો છે આ કયારેય ઇચ્છતા નથી કે અખંડ ભારત અને ભાઇચારો બની રહે તેમણે કહ્યું કે અમે દેશહિતમાં નિર્ણય લઇએ છીએ અને ત્યારબાદ તેનાથી પીછેહટ કરતા નથી
એ યાદ રહે કે મહેબુબા મુફતીએ આજે પત્રકારો સાથેની વાતચીતમાં ઘોષણા પત્રજમ્મુ કાશ્મીરના ઝંડા તરફ ઇશારો કરતા કહ્યું કે મારો ઝંડો આ છે જયાં સુધી આ ઝંડો પાછો નહીં આવે ત્યાં સુધી અમે તે (તિરંગો) પણ ઉઠાવીશું નહીં.
અમે કોઇ બીજાનો ઝંડો ઉઠાવીશું નહીં. અમારો આવશે તો જ તિરંગો ઉઠાવીશું
મુફતીએ એ પણ કહ્યું કે જમ્મુ કાશ્મીરનો મુદ્દો કલમ ૩૭૦ હટાવ્યા બાદથી આંતરરાષ્ટ્રીય થઇ ગયો છે જયારે એવું પહેલા કયારેય થયું નથી મુફતીએ કેન્દ્રની મોદી સરકારની ભારે ટીકા કરી હતી અને ચીની ધુષણખોરીના મુદ્દા પણ મુફતીએ મોદી સરકારને નિશાન પર લીધી હતી.HS