જયા બચ્ચનના નિવેદનની સામનાએ પ્રશંસા કરી
મુંબઇ, સુશાંતના મોત બાદ ડગ્સ મામલામાં થઇ રહેલ તપાસના કારણે બોલીવુડની ખુબ વધુ ટીકા થઇ રહી છે જયારે બોલીવુડ અને એટરટેનમેંટ ઇન્ડસ્ટ્રીઝને ગટર કહેવામાં આવી તો તેના પર રાજયસભાના સાંસદ જયા બચ્ચને કડક ટીકા કરી હતી. જયા બચ્ચનના આ નિવેદન પર શિવસેના ખુબ ખુશ નજરે પડી રહી છે. શિવસેનાએ આજે પોતાના સંપાદકીયમાં જયા બચ્ચનની ખુબ પ્રશંસા કરી છે અને કહ્યું છે કે જયા બચ્ચન પોતાની બેબાકી અને સાચુ બોલવા માટે ખુબ વધુ લોકપ્રિય છે.
સામનામાં લખવામાં આવ્યું છે કે હિન્દુસ્તાનનું સિનેજગત પવિત્ર ગંગાની જેમ નિર્મલ છે એવો કોઇ દાવો કરશે નહીં પરંતુ કેટલાક ટીનપાટ કલાકાર દાવો કરે છેકે સિનેજગત ગટર છે આવું કાંઇ કહી શકાય નહીં સામનામાં લખવામાં આવ્યું છે કે જયા બચ્ચને પોતાની આ પીડાને વ્યકત કરી છે.
સામનામાં લખવામાં આવ્યું છે કે જયાં બચ્ચનના આ વિચાર જેટલા મહત્વપૂર્ણ છે તેટલા જ બેબાક પણ છે આ લોકો જે થાલીમાં ખાય છે તેમાં છેદ કરે છે સામાનમાં આગળ લખ્યું છે કે જયા બચ્ચને પોતાના રાજનૈતિક અને સામાજિક વિચારોને કયારેય છુપાવવાનો પ્રયાસ કર્યો નથી સામનામાં લખવામાં આવ્યું છે કે મહિલાઓ પર અત્યાચારના મામલામાં જય બચ્ચને ખુબ ભાવુક થઇ અવાજ ઉઠાવ્યો એવા સમયે જયારે બોલીવુડની બદનામી અને ટીકા થઇ રહી છે. વારંવાર તાંડવ કરનારા પાંડવ પણ જુબાન પણ બંધ કરીને બેઠા છે. શિવસેનાએ આગળ લખ્યું છે કે જયા બચ્ચનનું કહેવુ છે કે મનોરંજન જગતમાં જયો લાઇટ કેમેરા એકશન બંધ છે ત્યારે મુખ્ય મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે બહોલીવુડને સોશલ મીડિયા પર બદનામ કરવામાં આવી રહી છે.HS