Western Times News

Gujarati News

જયેશ રાદડીયા-નરેશ પટેલ વચ્ચે શીતયુદ્ધ કેમ ચાલી રહ્યુ છે? શું છે મુદ્દો- વ્યાવસાયિક કે રાજકીય

રાજકોટ, લેઉવા પટેલ સમાજના સૌરાષ્ટ્રના બે અગ્રણી નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે ઘણા સમયથી ચાલી રહેલું શીતયુદ્ધ હવે વ્યવસાયીક લડાઈ સુધી પહોચ્યું છે. ર૦૧૭ની ચુંટણી સમયે બંને વચ્ચે વૈમનસ્યનાં જે બીજે રોપાયયો હતો. તે હવે વેપાર-વ્યયવસાયનો વિવાદ બનીને સામે આવ્યા છે. જો કે તેની પાછળ અંદર તો મુદો રાજકીય જ છે.

દિનેશ કુંભણીયા નરેશ પટેલની નજીકના વ્યકિત છે. તેમના ફર્ટીલાઈઝર યુનીટનો સપ્લાય જેતપુરના નેતા જયેશ રાદડીયા ઈફકોના ડીરેકટર બન્યા તે પછી બંધ થઈ ગયો છે. પ્રાથમીક દ્રષ્ટિએ આ મુદો વ્યાવસાયીક લાગે દીનેશ કુંભાણીએ આમાં વેપારી દ્રષ્ટિએ નુકશાન જતું પણ હશે પરંતુ મુળ વાત તો રાજકીય છે. ઈફકોની ચુંટણીમાં જયેશ રાદડીયા ભાજપને મેન્ડેટ ન હોવા છતાં લડયા અને ચુંટાયા હતા. દીનેશ કુંભાણીએ તે ચુંટણીમાં મેન્ડેટ ધરાવતા બીપીન ગોતાની તરફેણમાં કામ કર્યું હતું.

જેમાં નરેશ પટેલની દોરવણી હોવાનું મનાય છે. જયેશ રાદડીયા તે ચુંટણી જીત્યા ત્યારે પણ અનેક પ્રતિક્રિયા આવી હતી. હવે તેમણે આ મુદે જાણે દીનેશભાઈને પોતાની તાકાતનો પરચો આપતા હોય તેમ વર્તવાનું શરૂ કર્યું છે અને યુનીટનો સપ્લાય બંધ કર્યો છે. કુંભાણીએ ખાતરનું કારખાનું છે પરંતુ તેનાં વેચાણ પર રાદડીયાના કહેવાથી અત્યારે રોક લાગી ગઈ છે.

જેઓ આ તમામનાં આંતરીક તાણાંવાણાં જાણે છે. કે તેમને ખબર છે કે આમાં બહાર વ્યવસાયની વાત છે પરંતુ અંદરખાને તો રાજકીય-સામાજીક બાબત છે. ર૦૧૭ની વિધાનસભાની સામાજીક બાબત છે. ર૦૧૭ ચુંટણી રાદડીયા લડતા હતા ત્યારે નરેશભાઈના પુત્ર શિવરાજ તેમની સામે પ્રચાર કરતા હોવાનું બહાર આવ્યું હતું. તે ઘટના બાદ સૌરાષ્ટ્રના આ બંને સમર્થ અને સ્વીકૃત પાટીદાર નેતાની વચ્ચે થોડી અંટશઃ પડી હતી. સમાધાનની પ્રયાસ નિષ્ફળ ગયા હતા. ઈફકોની ચુંટણી પછી ફરી વિવાદ વકર્યો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.