જયોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ત્રીજા વિશ્વયુધ્ધની કોઈ સંભાવના નથી
(પ્રતિનિધિ) અમદાવાદ, રશિયા- યુક્રેન વચ્ચે હાલમાં ભિષણ યુધ્ધ ચાલી રહયું છે બંને દેશો જાણે કે સમાધાનના મૂડમાં નથી. નાટો દેશો યુક્રેનને મદદ કરી રહયા છે. રશિયા આક્રમક થયુ છે. પરિણામે સંરક્ષણ નિષ્ણાંતોને “વિશ્વ યુધ્ધ” અગર તો પરમાણુ યુધ્ધનો ભય સતાવી રહયો છે.
સંરક્ષણ નિષ્ણાંતોનો જેમ પોતાનો અભિપ્રાય અનુભવ- અભ્યાસને આધારે હોય છે તે પ્રમાણે જયોતિષશાસ્ત્રના અનેક જયોતિષિઓ ગ્રહોનીચાલ, અભ્યાસ અને અનુભવના આધારે તારણો આપતા હોય છે ત્રીજુ વિશ્વ યુધ્ધ થશે કે કેમ?? તે પ્રશ્ન આજકાલ સૌ કોઈને સતાવી રહયો છે ત્યારે આ સંદર્ભમાં પૂછપરછ કરતા જાણીતા જયોતિષિ ભરતભાઈ ભાવસારે જયોતિષશાસ્ત્રના આધારે પોતાનો અભિપ્રાય વ્યકત કરતા જણાવ્યુ હતું કે ત્રીજુ વિશ્વયુધ્ધ થવાની કોઈ સંભાવના નથી.
હાલમાં યુક્રેન- રશિયા વચ્ચે યુધ્ધ ચાલી રહયુ છે તે મકરમાં શનિ મહારાજ – મંગળ મહારાજની યુતિના કારણે થઈ રહયું છે. આગામી ૧૧ થી ૧પ માર્ચ દરમિયાન સમય અનુકુળ થતા બંને દેશો વચ્ચે યુધ્ધ વિરામની શક્યતાઓ વધી જાય છે.
અલબત જાે આ સમયગાળા દરમિયાન સમાધાન નહી થાય તો કદાચ યુધ્ધ લંબાશે. ૭-૪ના રોજ મંગળ મકરરાશિમાંથી પરિવર્તન થઈને કુંભમાં જશે તેવી જ રીતે ર૯-૪ના રોજ શનિ મહારાજ મકર રાશિમાંથી નીકળી જશે. આ બંને ગ્રહો મકર રાશિમાંથી સ્થાન બદલશે એટલે શાંતિ સ્થપાઈ જશે જાેકે યુધ્ધમાં યુક્રેનને વ્યાપક નુકસાનની શક્યતાઓ આ સમયગાળામાં વધી જશે. તેમ છતા યુક્રેન-રશિયા વચ્ચેનું યુધ્ધ ત્રીજા વિશ્વયુધ્ધમાં પરિવર્તીત થશે નહિ.