જય અંબે મંદબુદ્ધિ આશ્રમ બાયડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

બાયડ સ્થિત જયઅંબે મંદબુદ્ધિ મહિલા સમાજ સેવા ટ્રસ્ટ બાયડ સંચાલિત મંદબુદ્ધિની બિનવારસી બહેનો માટેના આશ્રમમાં મિસીસ યુનિવર્સ નિપાસિંહના હસ્તે ઘ્વજ વંદન કરવામાં આવ્યું હતું જેમાં ૧૫૦ બહેનોના આશ્રમમાં નિપાસિંહના હસબન્ડ માનિષસિંહ હિતેશભાઈ જનકભાઈ હારીજ તથા વિશ્વા મ્યુઝીકલ ગ્રુપ કલોલ દ્ધાની દવે અને ગ્રુપ મેમ્બર દર્શન પંચાલ સી.કે.પટેલ રમેશભાઈ ગજ્જર ન્યુ પીપલ્સ હાઇસ્કૂલના બાળકો આચાર્યશ્રી તથા સ્ટાફ ગણ ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે આશ્રમને પરિવાર સાથે મિલન કરાવવામાં ૯૦ મી સફળતા કલ્પનાબેન ( સિલીગુડી પશ્ચિમ બંગાળ ) ના રૂપમાં મળી હતી આશ્રમના પ્રમુખ શ્રી અશોકભાઈ જૈન વિશાલ ભાઈ પટેલ જબ્બર સિંહ રાજપુરોહિત મુકેશભાઈ લુહાર વિનુભાઈ પટેલ વી.એમ.પટેલ વિજયભાઈ પટેલ તથા સેવા સથી ગણે આવેલ મહેમાનોને મોમેન્ટો આપી સન્માનીત કર્યા હતા નવ વર્ષ ની વિશ્વા મ્યુઝીકલ ગ્રુપ કલોલની ધાનવી દવે એ સુંદર દેશભક્તિ ગીત ની સુરવાણી કરી હતી