Western Times News

Gujarati News

જય ભાનુશાળી-માહીએ દીકરીને બનાવી કૃષ્ણ

જન્માષ્ટમીએ સૌ કોઈ કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાઈને ખાસ કરીને ઘરના બાળકોને કૃષ્ણના રૂપમાં તૈયાર કરે છે

મુંબઈ, ટેલિવુડના પોપ્યુલર કપલ જય ભાનુશાળી અને માહી વિજની દીકરી તારા સોશિયલ મીડિયા સ્ટાર છે. એક વર્ષની તારાની ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે, જે ફેન્સના દિલ જીતી લે છે. જન્માષ્ટમીએ જય અને માહીએ નાનકડી તારાને ‘બાળ કૃષ્ણ’ બનાવી છે. કાનુડો બનેલી નાનકડી તારાની તસવીરો જોતાં જ રહી જશો. માહી અને જયે જન્માષ્ટમીના તહેવારે કાનુડો બનેલી તારાની તસવીરો શેર કરીને ફેન્સને આ તહેવારની શુભેચ્છાઓ પાઠવી છે. હાથમાાં વાંસળી, માથે મુગટ અને પીળા રંગના વસ્ત્રોમાં સજ્જ તારા કૃષ્ણ રૂપે સુંદર લાગી રહી છે. જયે તારાની તસવીર શેર કરતાં લખ્યું,

“મારા નાનકડા કાન્હા, તું મને હકારાત્મકતા, નિર્દોષતા, નટખટ સ્વભાવ અને દુનિયામાં રહેલા પ્રેમની યાદ અપાવે છે. તું અમારા માટે કૃષ્ણએ આપેલું સૌથી મોટું વરદાન છે. સૌને જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.” જયની પત્ની અને એક્ટ્રેસ માહી વિજે પણ તારાની કૃષ્ણ બનેલી તસવીર શેર કરી છે. માહીએ આ તસવીર શેર કરતાં એક કિસ્સો શેર કર્યો છે.

માહીએ લખ્યું, “૨૦૧૮માં મેં મથુરાના મંદિરની મુલાકાત લીધી હતી. મને યાદ છે કે હું મંદિરના એક ખૂણે મારી મમ્મી અને બહેન સાથે ઊભી હતી. ત્યાં ૫૦૦ લોકોનું ટોળું હતું. હું એક ખૂણામાં ઊભી હતી ત્યારે પંડિતજીએ ફૂલો અને ફળ શ્રદ્ધાળુઓ તરફ ફેંકતા હતા ત્યારે એક હાર મારા ગળામાં આવીને પડ્યો.

આશ્ચર્યની વચ્ચે ફળ પણ મારા ખોળામાં પડ્યા હતા. મને યાદ છે એ વખતે માતૃત્વ વિશે મેં કોઈ પ્લાનિંગ કર્યું નહોતું પરંતુ મારી મમ્મીની તીવ્ર ઈચ્છા હતી નાની બનવાની. જ્યારે પંડિતજીએ આવીને કહ્યું કે, ૫૦૦ લોકોના ટોળામાં ફળ અને ફૂલ તમારા ખોળામાં આવીને પડ્યા છે તો આવતા વર્ષે તેઓ ચોક્કસ તમારા ઘરે આવશે. અને ૨૦૧૯માં હું ગર્ભવતી થઈ અને તારાનો જન્મ થયો. તે અમારી જિંદગીમાં નટખટ કનૈયાની જેમ આવી. તેનું જાદુઈ સ્મિત અને તોફાનો અમારા જીવનને હકારાત્મકતાથી ભરી દે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.