જય ભાનુશાળી શમિતાને ચીડવતા મારવા દોડી
મુંબઈ, શમિતા શેટ્ટી, કે જે હાલમાં બિગ બોસ ૧૫ના ઘરમાં એન્ટર થઈ છે તે તેના સ્પેશિયલ કનેક્શન રાકેશ બાપટને મિસ કરી રહી છે. લેટેસ્ટ એપિસોડમાં મહોબ્બતે એક્ટ્રેસને રાકેશ બાપટને મિસ કરતી જાેવા મળી હતી શમિતા શેટ્ટી જય ભાનુશાળી, વિધિ પંડ્યા, ઉમર રિયાઝ, વિશાલ કોટિયન અને તેજસ્વી પ્રકાશ સહિતના કેટલાક કન્ટેસ્ટન્ટ્સ સાથે ગાર્ડન એરિયામા બેસીને વાતો કરી રહી હતી.
જ્યાં તેણે તે રાકેશને મિસ કરી રહી હોવાની વાત કરી હતી. જય ભાનુશાળીએ તેને મરાઠી પત્ની કેવી રીતે બનવું તે અંગેના કેટલાક સૂચન આપ્યા હતા. જય ભાનુશાળીએ તેને ભાષા શીખવી હતી અને મરાઠીમાં ડાયલોગ આપ્યો હતો કે અરે સાંભળ. શમિતા શેટ્ટી જ્યારે વ્યવસ્થિત રીતે ડાયલોગ બોલી ત્યારે ઘરવાળાએ તેને ચીયર કર્યું હતું.
બધા શાંતિથી બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે શમિતાએ કંટાળીને કહ્યું હતું કે, શોમાં તેને આગળ શું-શું કરવું પડશે. ઘરવાળાએ તેને ચીડવવાનું શરૂ કર્યું હતું અને કહ્યું હતું કે રાકેશને તાત્કાલિક ઘરમાં આવવું પડશે. શમિતાએ તેમને કહ્યું હતું કે, તે નહીં આવે. તેજસ્વીએ તેને બીજા દિવસે પૌંઆ બનાવવા કહ્યું હતું અને તે સંમત થઈ હતી.
બાદમાં તેણે મજાક કરતા કહ્યું હતું કે, તે રાકેશ માટે એક કૂક રાખી લેશે, કારણ કે તેને ખાવાનો શોખ છે. જયે બાદમાં એક્ટ્રેસને શમિતા શેટ્ટી બાપટ કહીને બોલાવી હતી. તે થોડી શરમાઈ હતી અને ગુસ્સાનું નાટક કરતા જયને મારવા માટે દોડી હતી.
જાે કે, જયે કહ્યું હતું કે, તેના ગાલ શરમના કારણે લાલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બિગ બોલ ઓટીટી દરમિયાન શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ વચ્ચેનું બોન્ડિંગ મજબૂત થયું હતું.
હાલમાં અમારા સહયોગી ઈટાઈમ્સ ટીવી સાથે વાતચીત કરતા શમિતાએ રાકેશ સાથેના બોન્ડ વિશે વાત કરી હતી અને કહ્યું હતું અમે શોમાં કહ્યું હતું કે, બહાર એકબીજાને ઓળખવા માગીએ છીએ. દુર્ભાગ્ય રીતે, બહાર આવ્યા બાદ અમને એકબીજા સાથે સમય પસાર કરવા મળ્યો નહીં.
તે સીધો પરિવારને મળવા માટે પુણે જતો રહ્યો હતો અને હું મારા પરિવાર સાથે સમય પસાર કરી રહી હતી. તેથી, અમે વધારે સમય મળ્યો નથી. હવે, હું બિગ બોસ ૧૫મા જઈ રહી છું એટલે પરત ન આવું ત્યાં સુધી બધુ હોલ્ડ પર રહેશે. પછી વાતને ક્યાં લઈ જવી તે અમે જાેઈશું. અત્યારે કંઈ કહેવું તે મારા માટે થોડું વહેલું ગણાશે.SSS