Western Times News

Gujarati News

જય યોગેશ્ર્વર સખી મંડળની બહનોએ નવરાશના સમયે કામ કરી આર્થિક સધ્ધરતા કેળવી

તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ બહેનો પગભર થાય અને સ્વમાનભેર જીવી શકે તે માટે અનેક યોજનાઓ શરૂ કરી છે.

ગ્રામ્ય અને શહેરી વિસ્તારની અનેક બહેનોએ આ યોજનાઓના લાભ લઇ સ્વમાનભેર જીવન જીવવાની પધ્ધતિ અપનાવી લીધી છે. જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આવી બહેનોને સહાય પણ આપવામાં આવી રહી છે સાથે સાથે યોગ્ય તાલીમ અને માર્ગદર્શન પણ પુરૂ પાડવામાં આવી રહયું છે.

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના નિકોલ ગામ ખાતે આવેલ જય યોગેશ્ર્વર સખી મંડળની બહેનોએ પણ આ યોજનાનો લાભ લીધો છે અને ગામની બહેનો તેઓના નવરાશના સમયે ઘર વપરાશના મસાલાઓનું પેકીંગ કરીને તેને બજારમાં વેચે છે. જય યોગેશ્ર્વર સખી મંડળના હેડ બહેન શ્રીમતી વિષ્ણુબેન મહોબ્બતસિંહ ઝાલાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, અમારા આ સખીમંડળમાં ૧૦ બહેનોનું ગ્રુપ છે.

તેમા અમો મસાલા ઉદ્યોગ શરૂ કર્યું છે. તેઓ કાચો માલ લાવીને કામ કરી છે તેમજ ગામમાં અને આજુબાજુના ગામમાં આ મસાલાઓનું વેચાણ કરી ગામની બહેનોને ગ્રૃહ ઉદ્યોગમાં સારો ફાયદો થાય છે તેમ જણાવ્યું હતું. તેઓશ્રીએ ઉમેર્યું હતું કે, ચાલુ સાલે અમારા સખી મંડળની બહેનોએ નક્કી કરેલ છે કે અમો લીંબોળી એકઠી કરીને તેનો પણ લાભ લઇશું. તેઓશ્રીએ સરકારશ્રીનો આભાર વ્યકત કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.