જય રણછોડ માખણ ચોરના જયઘોષથી જગન્નાથજીનું મંદિર ગુંજી ઉઠ્યુ
બપોરે જગન્નાથ મંદિરમાં યોજાનારા ભંડારામાં સાધુ-સંતો જાડાશે |
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ : જગતનો નાથ જગન્નાથ શહેરની નગરચર્યાએ ગુરૂવારે નીકળનાર છે. જેની મંદિરમાં ભવ્ય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે લોકોમાં ભાવિકભકતોમાં પણ જગતના નાથ જગન્નાથ, ભાઈ બલરામ, તથા બહેન સુભદ્રાજીના દર્શન કરવા રજવાડી ઠાઠમાં શણગારેલા ભગવાનને જાવા ભારે ઉત્સુક્તા જાવા મળે છે.
મોસાળમાં ભારે આગતાસ્વાગતા તથા ભક્તોના ભાવનો પ્રસાદ લઈ આજે સવારે જ્યારે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામને ભારે મિષ્ઠાન, ફળો અને જાંબુ ખાવાનો કારણે આંખો આવી ગઈ છે. તેથી આજે સવારે મોસાળથી મોસાળની મહેમાનગીરી માણ્યા બાદ નીજ મંદિર પધાર્યા ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ‘જય રણછોડ માખણ ચોર’ ‘ંમંદીરમાં કોણ છે ભગવાન જગન્નાથ છે. ના જયઘોષથી મંદિરને ગજવી દીધું હતુ. ભક્તોમાં ઉત્સાહનો સમુદ્ર ઘુંઘવી રહ્યો હતો.
મહંત દિલીપદાસજી તથા મંદિરના ટ્રસ્ટીઓ તરફથી ભગવાનને આવકારવામાં આવ્યા હતા. નીજ મંદિરમાં પ્રવેશ્યા બાદ ભગવાનની આંખો આવવાને કારણે શા†ોક્ત વિધિથી નેત્રોત્સવ વિધિ કરી તેમની આંખે પાટા બાંધવામાં આવ્યા છે. નેત્રોત્સ્વ પ્રસંગે હજારોની સંખ્યામાં ભાવિકભક્તો દર્શનાર્થેે ઉમટ્યા હતા. ભગવાનની આંખે બાંધેલા પાટા ૪ થી જુલાઈ ગુરૂવારે સવારે શા†ોક્તવિધિ બાદ ખોલવામાં આવશે.
જમાલપુરમાં આવેલા જગન્નાથજી ભગવાનના મંદિરમાં આજે બપોરે યોજાયેલ ભંડારામાં ભગવાનનો પ્રસાદ મેળવવા હજારો ભક્તો ભાગ લેશે. આ વર્ષે યોજાયેલ ૧૪રમી રથયાત્રા, શાંતિથી સલામત રીતે, નગરમાં ફરી સાંજના નીજમંદિર પાછી ફરે ત્યાં સુધી કાયદો અને વ્યવસ્થા જાળવવા શહેરના રથયાત્રાના રૂટ પર રપ હજાર પોલીસો તૈનાત કરાયા છે. ક્રાઈમ બ્રાંચના ડ્રોનમાં ટકેનિકલ ખામી સર્જાતા આ વર્ષે ફેન્ટમ-૪ મોડલના ૮ ડ્રોન ભાડે લેવામાં આવ્યા છે.
એડવાન્સ ટેકનોલોજીવાળા આ ડ્રોન સમગ્ર રથયાત્રા દરમ્યાન નિરીક્ષણ કરતા રહેશે. પંદર દિવસમાં મોસાળમાં ભાવિભક્તોએ પ્રેમથી, લાડથી, તથા ભાવથી ભગવાન જગન્નાથજીનું ભાઈ બલરામ, અને બહેન સુભદ્રાજીને ખુબ પ્રેમથી જમાડ્યા હતા. જેથી ભગવાનને આખો આવી ગઈ હતી. છપ્પન ભોગ પણ ગઈકાલે સરસપુરમાં મોસાળમાં ભગવાનને ધરાવ્યા હતા.
૪ થી જુલાઈના રોજ નગરયાત્રાએ નીકળેલ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામને વધાવવા સરસપુરના લોકો થનગની રહ્યા છે. રથયાત્રામાં જાડાયેલા સાધેં સંતો તથા ભાવિકભક્તો માટે ભોજન વ્યવસ્થા પણ સરસપુરની ૧૭ પોળોના રહીશો કરી રહ્યા છે. રથયાત્રામાં આવલા ભક્તોને જમાડવા માટે અત્યારથી જ રસોડા શરૂ થઈ ગયા છે.
એક અંદાજ મુજબ એકથી બે લાખ લોકો રથયાત્રાના દિવસે સરસપુરમાં પ્રસાદનો રૂપે ભોજન આરોગશે. મોહનથાળ, બુંદી, રજવાડી ખીચડી, બટાકાનું શાક, ફૂલવડી, પુરીશાક જેવી વાનગીઓ ભક્તોને ભોજનમાં પીરસવામાં આવશે. ંનેત્રોત્સવ બાદ ભગવાનને પાટા બાંધવામાં આવ્યા છે.ે અને રાજ્યના રાજ્યપાલ કોહલી તથા મેયર બિજલબેન પટેલે આરતીમાં ભાગ લીધો હતો.