જરૂરી ચીજવસ્તુઓ અને મેડીકલનો જથ્થો પહોંચાડવા માટે 403 લાઈફલાઈન ઉડાન ફલાઈટો ઉડાડવામાં આવી

File photo
લાઈફ લાઈન ઉડાન અંતર્ગત ડોમેસ્ટિક ક્ષેત્રમાં એર ઇન્ડિયા, અલાયન્સ એર, આઈએએફ અને ખાનગી વાહનો દ્વારા અત્યાર સુધીમાં 403 ફલાઈટો કાર્યાન્વિત કરવામાં આવી છે. તે પૈકી 235 ફલાઈટો એર ઇન્ડિયા અને એલાયન્સ એર દ્વારા ચલાવવામાં આવી છે.
લાઈફ લાઈન ઉડાન ફલાઈટો દ્વારા સમગ્ર દેશમાં લોકો માટે 27 એપ્રિલ 2020 સુધીમાં અંદાજીત 748.68 ટનનો જરૂરી ચીજવસ્તુઓ અને મેડીકલનો જથ્થો પહોંચાડવા માટે ૩,97,632 કિલોમીટરથી વધુનું અંતર કાપવામાં આવ્યું છે.
લાઈફ લાઈન ઉડાન ફલાઈટો એ નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા કોવિડ-19 વિરુદ્ધ ભારતના યુદ્ધને સહાયતા કરવા માટે દેશના અંતરિયાળ વિસ્તારોમાં જરૂરી મેડીકલ સામાનની હેરફેર કરવા માટે ચલાવવામાં આવી રહી છે.