જરૂર પડશે તો ફરી બાલાકોટની જેમ એરસ્ટ્રાઇક કરવા ચેતવણી
હવાઈ દળના અધ્યક્ષ બનેલા ભદોરિયાની ચેતવણી
નવીદિલ્હી, ભારતીય હવાઇ દળના અધ્યક્ષ તરીકેનો હોદ્દો સંભાળી લીધા બાદ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ આજે પાકિસ્તાન અને ચીનને કઠોર શબ્દોમાં ચેતવણી આપી દીધી હતી. ભદોરિયાએ કહ્યું હતું કે, રાફેલ વિમાનના કારણે ભારત ચીન અને પાકિસ્તાનથી પણ વધારે તાકાતવર બની ગયું છે. ભદોરિયાએ કહ્યું હતું કે, બાલાકોટની જેમ જ સ્ટ્રાઈક માટે હવાઈ સેનાની તૈયારી પુરતા પ્રમાણમાં રહેલી છે. હવાઈ દળના વડાએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, અમે કોઇપણ પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયાએ કહ્યું હતું કે, રાફેલ વિમાનના કારણે ભારતની Âસ્થતિ મજબૂત થઇ છે.
બાલાકોટમાં આતંકવાદી કેમ્પોને ફરી સક્રિય કરવામાં આવી ચુક્યા છે. પાકિસ્તાનના રિપોર્ટ અંગે ટિપ્પણી કરતા તેમણે કહ્યું હતું કે, આ તમામ પ્રકારના અહેવાલથી અમે વાકેફ છીએ. જરૂર પડશે ત્યારે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાની વડાપ્રધાનનું નિવેદન પણ ખુબ જ આઘાતજનક રહેલું છે.
સેના પ્રમુખે કહ્યું હતું કે, અમે દરેક પડકારને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. ભદોરિયાએ હવાઈ દળના વડાનો હોદ્દો આજે સંભાળી લીધો હતો. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, અમે પહેલા પણ તૈયાર હતા અને હજુ પણ સંપૂર્ણપણે તૈયાર છે. કોઇપણ પડકારને પહોંચી વળવા ભારતીય હવાઈ દળ સક્ષમ છે. બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પોને ફરીથી સક્રિય કરવાની રિપોર્ટને લઇને તેઓ સ્પષ્ટપણે વાત કરી હતી.
પાકિસ્તાની વડાપ્રધાન ઇણરાન ખાન દ્વારા ભારત પર પરમાણુ હુમલાની ચેતવણી સાથે સંબંધિત પ્રશ્નના જવાબમાં એર ચીફ માર્શલે કહ્યું હતું કે, આ પરમાણુ પાસાઓને લઇને તેમની પોતાની સમજ છે. અમારી પોતાની સમજ જુદી છે. અમે મુલ્યાંકન કરી રહ્યા છીએ. કોઇપણ પડકાર માટે તૈયાર છીએ. બાલાકોટ સાથે જાડાયેલા પ્રશ્નોના જવાબમાં તેમણે સ્પષ્ટપણે વાત કરી હતી.