જર્જરિત મકાનમાં દેહવેપારનો પર્દાફાશ,મહિલા સહિત ૫ની ધરપકડ
ભાવનગર: શહેરના કુંભારવાડા નારી રોડ વિસ્તારમાં ચાલી રહેલા કૂટણખાના પર એ.એસ.પી સફીન હસને રેડ કરી ગેરકાયદે દેહવ્યાપાર ચલાવતા એક મહિલા, દલાલ અને ૩ ગ્રાહકો સહિત ૫ ને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
કુંભારવાડા નારી રોડ પર કૂટણખાનું ચાલતું હોવાની એ.એસ.પી સફિન હસનને બાતમી મળી હતી, જેથી ખરાઈ કરવા ડમી ગ્રાહક તૈયાર કરી સ્થળ પર મોકલવામાં આવ્યો હતો. જ્યારે બાતમી વાળી જગ્યા પર કૂટણખાનું ચાલતું હોવાની પુષ્ટિ થઈ જતા એ.એસ.પી સફિન હસને મહિલા પોલીસ સ્ટાફને સાથે રાખી કૂટણખાના પર રેડ કરી હતી તેમજ અનૈતિક રીતે ચાલતા દેહવ્યાપારના ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો.
શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા કુંભારવાડા નારી રોડ પર ના એક જર્જરિત મકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતા હોવાની બાતમી ના આધારે પોલીસે ખરાઈ કર્યા બાદ રેડ કરી દેહ વ્યાપાર ના સંચાલક, દલાલ અને ગ્રાહક સહિત ૫ ને ઝડપી લીધા હતા, રેડમાં એ.એસ.પી સફિન હસન સાથે બોરતળાવ પોલીસ સ્ટેશનના પીઆઇ કેવલ રાવલ અને મહિલા પોલીસ સ્ટાફ જાેડાયો હતો.
કૂટણખાના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા ચિત્રા વિસ્તારમાં રહેતો ઇમરાન એહમદભાઈ મકવાણા નામનો આ વ્યક્તિ કુંભારવાડા વિસ્તારમાં આવેલા તેના ભાઈના મકાનમાં કૂટણખાનું ચલાવતો હોવાનો પર્દાફાશ થયો હતો, જ્યારે ઇલાબા વિક્રમસિંહ જાડેજા કમિશન પર યુવતીઓ સપ્લાય કરતી હતી.
જ્યારે ગ્રાહકોમાં એરપોર્ટ વિસ્તારમાં રહેતો ભગત શિવસિંહ દસાણા, કાળીયાબીડના રણજીતસિંહ હરિસિંહ પરમાર અને ઘોઘા જકાતનાકા વિસ્તારમાં દીપક જયંતિ કંટારીયા સહિત નાને પોલીસે ઝડપી લઇને ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.