જર્મનીઃ 60 વર્ષના વૃદ્ધે વેક્સીનના 2-3 ડોઝ નહીં પણ 90 ડોઝ લીધા
બર્લિન, કોરોના મહામારી પૂરી થઈ હોય તેવું લાગે છે કે તરત જ તેનું એક નવું મ્યુટન્ટ આવે છે. જો કે, તેનાથી બચવા માટે સમગ્ર વિશ્વમાં બૂસ્ટર ડોઝની સલાહ આપવામાં આવી રહી છે. તાજેતરમાં, એક જર્મન માણસએ લગભગ ૯૦ શોટ સાથે કોરોના રસીનો બૂસ્ટર ડોઝ લીધા છે. જયારે તે પકડાયો હતો ત્યારે પણ ૯૧મી શોટ માટે કોવિડ વેક્સિન જેબ્સ સેન્ટરમાં હાજર હતો.
વ્યક્તિની ઉંમર ૬૦ વર્ષ જણાવવામાં આવી રહી છે. ન તો તેની ઓળખ જાહેર કરવામાં આવી છે અને ન તો એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વેક્સીનના સુપર ઓવરડોઝની તેના સ્વાસ્થ્ય પર શું અસર થઈ છે? જર્મનીના સેક્સોનીનો રહેવાસી આ વ્યક્તિ એડિનબર્ગમાં રસીકરણની લાઇનમાંથી ઝડપાયો હતો અને પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે.
વૃદ્ધ વ્યક્તિએ ૯૦ વખત કોરોનાની રસી મેળવી હતી જેથી તે નકલી રસીના પ્રમાણપત્રો એકત્રિત કરી શકે અને લોકોને વેચી શકે. સર્ટિફિકેટ પર અસલ વેક્સિન બેચ નંબર હતો અને તે એવા લોકોને વેચતો હતો જેઓ પોતે રસી લેવા માંગતા ન હતા.
પોલીસે વૃદ્ધની ધરપકડ કર્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી છે કે કેવી રીતે તેમને અધિકૃતતા વિના રસીકરણ કાર્ડ આપવામાં આવ્યું અને દસ્તાવેજો સાથે કેવી રીતે છેતરપિંડી કરવામાં આવી. જર્મનીમાં દ્યણા લોકો કોરોના રસીનો વિરોધ કરી રહ્યા છે અને પ્રમાણપત્રો માટે આવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.