Western Times News

Gujarati News

જર્મનીથી વીડિયો પોસ્ટ કરી અનિલ કપૂરે તેની બિમારી વિશે શું જણાવ્યું

બોલિવુડ દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર જ્યારે પણ સોશિયલ મીડિયા પર પોતાની કોઈ પોસ્ટ શેર કરે છે ત્યારે કોમેન્ટ બોક્સમાં ફેન્સ તેમની ફિટનેશની પ્રશંસા કરતા થાકતા નથી.

જોકે હવે તેમની એક પોસ્ટના કારણે પ્રશંસકોની ચિંતા વધારી દીધી છે. તેમને જર્મનીથી એક વીડિયો શેર કર્યો છે અને જણાવ્યું છે કે મારી સારવારનો આજે છેલ્લો દિવસ છે અને તે ડોક્ટરને મળવા જઈ રહ્યા છે. 64 વર્ષીય અનિલ કપૂર જર્મીનાના રસ્તા પર ઝડપથી ચાલતા નજરે પડી રહ્યા છે. પોસ્ટ જોયા બાદ તેમના ફેન્સ તેમના માટે દુઆ ઓ કરવા લાગ્યા હતા.

અનિલ કપૂરે બ્લેક કલરનો લોન્ગ કોટ, બ્લેક પેન્ટ અને બ્લેક ટોપી પહેરી છે. તેમના પર બરફ પડતો નજરે પડી રહ્યો છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં મોહિત ચોહાણનું સોંગ ‘ફિર સે ઉડ ચલા’ વાગી રહ્યું છે.

તેની સાથે અનિલ કપૂર એ કેપ્શનમાં લખ્યું, બરફની વચ્ચે એક પરફેક્ટ વોક! જર્મનીમાં છેલ્લો દિવસ! હું ડોક્ટર મુલરને મારી છેલ્લી સારવાર માટે મળવા જઈ રહ્યો છું. તેમનો અને તેમના જાદુઈ ટચ માટે હું તેમનો આભારી છું’

ગત વર્ષે ઓક્ટોબરમાં અનિલ કપૂરે એક પોસ્ટ લખી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓ 10 વર્ષથી અકિલિજ ટેંડન (Achilles Tendon) ની સમસ્યા સામે લડી રહ્યા હતા. તે સમયે અનિલ કપૂરે જણાવ્યું હતું કે ડૉ. મુલરે તેમની સારવાર કરી અને તેઓ ફરી ચાલવા લાગ્યા. તમને જણાવી દઈએ કે આ બીમારીમાં પગના નીચેના ભાગમાં દુખાવો થાય છે, જેના કારણે ચાલવામાં તકલીફ પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.