Western Times News

Gujarati News

જર્મનીના હાર્ટ્‌સ હિલ્સમાં આવેલો વિશ્વનો લાંબો પુલ

જર્મની, જર્મનીના હાર્ટ્‌સ હિલ્સમાં આવેલા વિશ્વના સૌથી લાંબા પુલ પર લોકો ચાલવાનો આનંદ માણી શકે છે. આ ૪૫૦ મીટરથી વધુ લાંબા પુલથી વિશાળ ડેમની એક તરફથી બીજી તરફ પહોંચી શકાય છે. Titan-RT નામનો આ પુલ ૭ મેં ૨૦૧૭ના રોજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

આ પુલ મધ્ય જર્મન શહેર Oberharts am Brokenમાં આવેલો છે. કુલ ૪૫૮ મીટર લાંબો પુલે રશિયન શહેર સોચીમાં આવેલા સ્કાયપાર્ક બ્રિજને પાછળ છોડી દીધો છે. આ પુલ ૪૩૯ મીટર લાંબો છે.Titan-RT પુલ બનતા પહેલા સ્કાયપાર્ક પુલ સૌથી મોટો પુલ હતો. જર્મનીના સૌથી ઉંચા રેપબોડ ડેમ પર બનેલો આ પુલ પાણીના સ્તરથી લગભગ ૧૦૦ મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવ્યો છે.

સતત ૫ વર્ષ સુધી આ પુલનું કામ ચાલ્યું. આ ૫ વર્ષમાં પુલની યોજના બનાવાની સાથે તેનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું. આ પુલ ચાલતા જવા માટે વિશ્વનો સૌથી લાંબો પુલ છે. તેના પ્રકારનો એકમાત્ર સસ્પેન્શન બ્રિજ. જે લોકો આ પુલ પર ચડ્યા તેઓ એક સ્મિત સાથે આ પુલ પરથી નિચે ઉતર્યા.

ટેકનિક લગાવવામાં આવી કેબલ કન્ટ્રક્શનની. આ પુલ બનાવવા માટે ૯૪૭ ટનના પુલિંગ ફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો. જે પણ સાહસના શોખીન છે તે આ પુલ પરથી કૂદકો મારીને ૭૫ મિટર સુધી જઈને પેન્ડુલમ જમ્પની મજા લઈ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.