જર્મનીમાં કેસ વધતા ક્રિસમસ ન્યુયરમાં લોકડાઉન જાહેર
નવીદિલ્હી, વિશ્વમાં કોરોના વાયરસ ફરી એકવાર માથુ ઉચકી રહ્યો છે. ત્યારે કોરોના વાઇરસના સંક્રમણના કેસો વધવાને કારણે જર્મનીએ ક્રિસમસના સમયે કડક લોકડાઉનની જાહેરાત કરી છે. આખા દેશમાં જીવનજરૂરિયા સિવાયની દુકાનો બંધ રાખવાની તથા જયાં પણ શકય હોય ત્યાં બાળકોને પણ ઘરે જ ભણાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ચાન્સેલર એન્જેલા મર્કલે કેસોમાં થઇ રહેલા વધારા માટે નાતાલની ખરીદીને જવાબદાર ગણાવી છે અને જર્મનીમાં ૧૬ ડિસેમ્બરથી ૧૦ જાન્યુઆરી સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. એ યાદ રહે કે જર્મનીમાં રેસ્ટોરાં બાર અને લકઝરી સેવાઓ નવેમ્બરથી બંધ છે અને અમુક રાજયોએ પોતાની રીતે પણ લોકડાઉન રાખેલુ છે તાજેતરમાં જર્મીનીમાં સંક્રમણના ૨૦.૨૦૦ નવા કેસ સામે આવ્યા છે અને ૩૨૧ લોકોના મોત નિપજયા છે.HS