જર્મનીમાં ૬૮ લોકોનાં મોત, લગભગ ૧૦૦ લોકો ગુમ;જર્મનીમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

નવીદિલ્હી: પશ્ચિમી યુરોપના અનેક દેશો ભારે પૂરનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદ અને પૂરને કારણે જર્મનીમાં અત્યારસુધીમાં ૫૯ અને બેલ્જિયમમા ૯ લોકોનાં મોત થયાં છે. પશ્ચિમ જર્મનીમા યુક્રિશેન વિસ્તારના અધિકારીઓએ જણાવ્યું હતું કે અહીં પૂરને કારણે ૧૫ લોકોનાં મૃત્યુ થયાં છે. આરવીલર કાઉન્ટીમા ૧૮ લોકો, રીનબેચમાં ત્રણ લોકો અને કોલોનમા બે લોકોનાં પૂરને કારણે મૃત્યુ થયાં છે.
આરવીલર કાઉન્ટીના અધિકારીઓએ કહ્યું હતું કે પૂરને કારણે એફેલ વિસ્તારના શુલ્ડ ગામમા ગઈ રાત્રે અનેક મકાન નષ્ટ થઈ ગયાં, જેને કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા હતા અને ૭૦ લોકો ગુમ થયા છે. તેમણે કહ્યું હતું કે અનેક લોકો ઘરની છત પર ફસાયા છે અને એમડીડી માટે રાહ જાેઈ રહ્યા છે. હેલિકોપ્ટર અને બોટ દ્વારા રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે. જર્મનીની સેનાએ રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે ૨૦૦ સૈનિકોને મોકલ્યા છે.
જર્મની બીજા વિશ્વયુદ્ધ બાદ અત્યાર સુંધીની સૌથી મોટી કુદરતી આપત્તિ સામે ઝઝૂમી રહ્યું છે. લકઝમબર્ગ, નેધરલેન્ડ અને બેલ્જિયમમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હાલના જ દિવસોમાં આવેલા વાવાઝોડું અને ભારે વરસાદને કારણે નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને કારણે નદી કાંઠાના વિસ્તારોમાં પૂરે વિનાશ વેર્યો છે. પૂરને કારણે અનેક રસ્તાઓ નદીમાં ફેરવાઇ ગયા છે
કારો પણ પૂરમાં તણાઇ ગઈ છે, સાથે ન અનેક ઘરોને ભારે નુકસાન થયું છે. ફોન અને ઇન્ટરનેટ સંપર્ક ખોરવાઈ જવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે.પૂરને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, અનેક કાર પૂરના પાણીમાં તણાઇ ગઈ હતી અને ઇમારતો ધરાશાયી થઈ હતી. ફોન અને ઇન્ટરનેટ સંપર્ક ખોરવાઈ જવાને કારણે રાહત અને બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે.
જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ આ દિવસોમાં અમેરિકાની મુલાકાતે છે. તેમણે કહ્યું હતું કે પૂર પીડિતોની હાલત જાેઇ તેમનું ‘કાળજું કંપી ઊઠ્યું’ છે. તેમણે કહ્યું- ‘મને ડર છે કે આગામી દિવસોમાં આપણે વધુ આપત્તિઓ પણ જાેવી પડી શકે છે. આ આપત્તિ દરમિયાન લોકોને મદદ માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ચાન્સેલર મર્કેલ સાથેની વાતચીત બાદ યુએસ રાષ્ટ્રપતિ જાે બાઈડને જર્મનીના પૂરને એક દુર્ઘટના ગણાવી હતી. તેમણે કહ્યું, “છેલ્લા ૨૪ કલાકમાં જર્મની અને પડોશી દેશોમાં પૂરને કારણે જે વિનાશ સર્જાયો છે એ માટે ભારે સંવેદના વ્યક્ત કરું છું. જીવનના વિનાશક નુકસાન માટે અમેરિકન લોકો તરફથી હું ભારે સંવેદના વ્યક્ત કરું છું. અધિકારીઓએ બોટ અને હેલિકોપ્ટર દ્વારા રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. જર્મન સેનાએ રાહતકાર્યમાં મદદ કરવા ૨૦૦ સૈનિકોને મોકલ્યા છે.
પડોશી દેશ બેલ્જિયમમાં પણ પૂરને કારણે જાન-માલના નુકસાનના સમાચાર છે. અહેવાલ મુજબ, બેલ્જિયમના પૂર્વીય વેર્વિસમાં નવ લોકોનાં મોત નીપજ્યાં છે. દેશના દક્ષિણ અને પૂર્વીય પ્રદેશોમાં અનેક હાઇવે ડૂબી ગયા છે અને રેલવે માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો છે.બેલ્જિયમના પૂર્વ વેર્વિસમાં નવ લોકોનાં મોત નીપજ્યાં છે. દેશના દક્ષિણ અને પૂર્વીય પ્રદેશોમાં કેટલાક હાઇવે પણ ડૂબી ગયા છે
રેલવે માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો છે. યુરોપિયન યુનિયનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેને અસરગ્રસ્તોને મદદ કરવાનું વચન આપ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે- બેલ્જિયમ, જર્મની, લક્ઝમબર્ગ અને નેધરલેન્ડ્સમાં વિનાશક પૂરમાં જીવ ગુમાવનારા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આ દુર્ઘટનામાં જેમનાં મકાનો નાશ પામ્યાં છે તેમને માટે હું સહાનુભૂતિ અનુભવું છું. યુરોપિયન યુનિયન મદદ કરવા માટે તૈયાર છે.