જર્મનીમાં ૭ વર્ષના બાળકની જગ્યાએ રોબોટ સ્કૂલે જાય છે
બર્લિન, એક રોબોટ જર્મનીના બર્લિનમાં શાળાએ જાય છે. આ ફેક ન્યૂઝ નથી પરંતુ સત્ય ઘટના છે. તમે વિચારતા જ હશો કે સ્કૂલ જવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ રોબોટની શું જરૂર છે, તો સસ્પેન્સ ખતમ કરતાં અમે તમને જણાવીએ તેનું કારણ તમને ભાવુક પણ કરી શકે છે.
તો ચાલો જાણીએ અવતાર નામનો રોબોટ આવું કેમ કરે છે. અવતાર રોબો માત્ર ના ફક્ત સ્કૂલે જાય છે પરંતુ પોતાના ટીચર્સ અને ક્લાસમેટસ સાથે પણ વાત કરે છે. કારણ કે ૭ વર્ષનો માસૂમ બાળક જાેશુઆ માર્ટિનંગેલી પોતાની બીમારીને કારણે શાળાએ જઈ શકતો નથી. જાેશુઆની માતાના જણાવ્યા અનુસાર, ફેફસાની બિમારીને કારણે પુત્રના ગળામાં નળી છે, જેના કારણે તે ફિજિકલી શાળામાં જઈ શકતો નથી.
આવી સ્થિતિમાં, રોબોટ તેની જગ્યાએ રોબોટ ક્લાસમાં બેસે છે. જાેશુઆ ભલે ફિજિકલી ક્લાસ અટેંડ કરી શકતો નથી પરંતુ તેના અભ્યાસ પર અસર ન પડે તે માટે બર્લિનની સ્થાનિક સંસ્થાએ આ રોબોટની વ્યવસ્થા કરી છે. શહેરની લોકલ કાઉન્સિલ તેના ખર્ચની ચૂકવણી કરે છે.
બર્લિનના એજ્યુકેશન કાઉન્સેલર ટોર્સ્ટન કુહેને કહ્યું, ‘આ પ્રોજેક્ટ અનોખો છે. અમે અમારી શાળાઓ માટે ૪ રોબોટ ખરીદ્યા છે. આ વિચાર અમને કોરોના રોગચાળા દરમિયાન આવ્યો હતો. આમ કરીને અમે કેટલાક જરૂરિયાતમંદ બાળકોને કમ્યુનિટી લર્નિંગથી શીખવાની તક આપીએ છીએ.
જાેશુઆના શિક્ષકોનું કહેવું છે કે તે ખૂબ જ હોશિયાર વિદ્યાર્થી છે. ભલે તે બિમારીને કારણે ક્લાસમાં આવી શકતો નથી, પરંતુ તે અભ્યાસમાં અવ્વલ છે. રોઇટર્સમાં પ્રકાશિત અહેવાલ મુજબ, જાેશુઆના ક્લાસમેટ્સ તેને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવીને પ્રોત્સાહિત કરે છે. ક્લાસમેટ કુસનરે કહ્યું કે તે તેને ક્લાસમાં જાેવા માંગતો હતો. બીજી તરફ, બેરીટોન નામનો બીજાે વિદ્યાર્થી કહે છે કે જાેશુઆ ફિજિકલી ક્લાસ અટેંડ કરી તેમની સાથે રમશે.SSS