Western Times News

Gujarati News

જલારામ બાપાની આજે ૨૨૨મી જન્મ જયંતી

વીરપુર, સંત શિરોમણી જલારામ બાપાની આજે ૨૨૨ મી જન્મ જયંતી છે. ગત વર્ષે કોરોના મહામારીમાં વીરપુર ધામમાં સાદાઈથી ઉજવણી કરવામાં આવી હતી. જલારામ ભક્તો દ્વારા ઉજવણીના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા.

ભક્તોએ ઘરે રહીને જ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. ત્યારે કોરોનાના લોકડાઉન બાદ આજે પ્રથમ વખત ઉજવણી થઈ રહી છે. જલારામ બાપાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. જ્યાં ટુકડો ત્યાં હરી ધુકડો’ અને ‘દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામ’ આ સૂત્ર સાથે સૌરાષ્ટ્રના સંત શ્રી જલારામ બાપાની ૨૨૨ મી જન્મ જ્યંતીની ઉજવણી થઈ રહી છે.

કોરોના બાદ આજે પ્રથમ વખત જલારામ જયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે જલારામબાપાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. દેશ અને વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુરમાં ઉમટી પડ્યા છે. મોડી રાતથી ભક્તો દર્શન કરવા માટે લાઈનમાં ઉભા હતા, અને બાપા ની જન્મ જ્યંતી ઉજવવા માટે થનગની રહ્યા છે.

વીરપુર ગામમાં પણ અનેરો ઉત્સાહ જાેવાઈ રહ્યો છે. વીરપુરમાં ઘરે ઘરે રંગોળી કરીને દિવાળી જેવો માહોલ ઉભો થયો છે. બાપામાં અપાર શ્રદ્ધાને લઈને ભક્તો પણ બાપાને પ્રાર્થના કરીને લોકોના દુઃખ દૂર કરવા પ્રાર્થના કરી હતી. જલારામ બાપાની જન્મજયંતીએ પદયાત્રા કરીને આવનારા ભક્તોનો વર્ગ મોટો છે, ત્યારે આજે સવારથી જ મંદિરમાં માથુ ટેકવવા પહોંચ્યા હતા.

હજી પણ ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ જ છે. વહેલી સવારે પૂજ્ય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી. પૂજ્ય જલારામ બાપાની ૨૨૨ મી જયંતીને લઈને સુરતના ગભેણીના પાદયાત્રીઓનો સંઘ વીરપુર પહોંચ્યો હતો.

સુરતના ગભેણી ગામના આ પદયાત્રીઓ વીરપુર પહોંચતા વીરપુરની પાવન ભૂમિ પર બેસીને જલારામ બાપાની ધૂન બોલીને પૂજ્ય બાપાના દર્શન કર્યા હતા. છેલ્લા ૧૪ વર્ષથી સુરતના ગભેણી ગામથી પગપાળા આવતો સંઘ ગઈકાલે વીરપુર આવી પહોંચ્યો હતો. ૧૫૦ જેટલા લોકો જેમાં બાળકો સહિત પુરૂષોનો સંઘ ૨૭ તારીખે નીકળ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.