જલ્દી જ કરશે લગ્નઆ એક્ટ્રેસ છે મોટી શિવ ભક્ત, ગળામાં હંમેશા પહેરે છે આ એક વસ્તુ
છેલ્લે ટીવી સીરિયલ નાગિનમાં દેખાયેલી એક્ટ્રેસ અને બિગ બોસ-૬ ફેમ આશ્કા ગોરડિયા ભલે આજકાલ ટીવી પડદાથી દૂર હોય. પરંતુ આમ છતા ચર્ચામાંથી રહેવાનો કોઈ મોકો છોડતી નથી. ક્યારેય પોતાની હોટ તસવીરોથી સોશિયલ મીડિયામાં આગ લગાવે છે તો ક્યારેક પોતાના પતિ બ્રેંટ ગોબલ સાથે હિટ એન્ડ ફિટ સીક્રેટ મંત્ર શેર કરીને સમાચારોમાં ચમકતી રહે છે.
આશ્કાએ બિઝનેસમેન બ્રેંટ ગોબલ સાથે લગ્ન કર્યા હતા. આમ તો પોતના લગ્નના બધા જ ફંક્શનમાં આશ્કા અને બ્રેંટ ખૂબ જ સુંદર લાગતા હતા. આશ્કાના ફેન્સ હજુ પણ આ લગ્ન ભૂલ્યા નથી. તેવામાં તેના મંગળસૂત્રે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી છે. ‘સત્યમ શિવમ સુંદરમ’ લખેલા આ મંગળસૂત્રને જાેઈને બધાની આંખો પહોળી થઈ જાય છે.
આશ્કા ગોરડિયાએ પોતાના લગ્નના કાર્ડ અને ટેટૂની જેમ મંગળસૂત્રમાં પણ ભગવાન શિવની ભક્તિની એક છાપ છોડી છે. આશ્કા હંમેશાથી કંઈક એવું પહેરવા માગતી હતી જે તેના લગ્નનું પ્રતિક બની જાય. તેનું આ કસ્ટમાઈઝ્ડ મંગળસૂત્ર ફેમસ જ્વેલરી ડિઝાઈનર દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેમાં કાળા મોતીની લળ વચ્ચે સત્યમ શિવમ સુંદરમ લખવામાં આવ્યું છે.
આશ્કાના નજીકના એક સૂત્રે કહ્યું કે આશ્કા પોતાના મંગળ સૂત્રની ખરીદી કરતી હતી ત્યારે તેને એવું કંઈક જાેઈતું હતું જે સૌથી અલગ હોય અને તેના લગ્નને ભગવાન શિવના આશિર્વાદ પણ મળી રહે. ત્યારે આ મંગળસૂત્ર ભગવાન શિવ અને ભારતીય પરંપરાનો એક સુંદર સમાગમ છે. મને જણાવી દઈએ કે સત્યમ શિવમ સુંદરમનો અર્થ છે ઈશ્વર સત્ય છે, સત્ય જ શિવ છે અને શિવ જ સુંદર છે. આશ્કા ગોરડિયાને ભગવાન શિવમાં ખૂબ જ આસ્થા છે.