Western Times News

Gujarati News

જલ્દી જ વ્યાજ દરમાં વધુ ઘટાડો થઈ શકે છેઃ શક્તિ કાંત દાસ

નવી દિલ્હી, ભારતીય રિઝર્વ બેન્કે વ્યાજદરોમાં ભવિષ્યમાં વધારે ઘટાડો થવાના સંકેત આપતા ગુરૂવારે કહ્યુ કે કોવિડ-19 મહામારીથી અર્થવ્યવસ્થાને બચાવવા માટે ઉપાયોને જલ્દી હટાવવામાં આવશે નહીં. RBIએ છ ઓગસ્ટે જારી નીતિગત સમીક્ષામાં રેપો રેટમાં કોઈ પરિવર્તન કર્યુ નથી. કેન્દ્રીય બેન્ક આના પહેલા છેલ્લી બે બેઠકોમાં નીતિગત દરમાં 1.15 ટકાનો ઘટાડો કરી ચૂક્યુ છે. હાલ રેપો રેટ ચાર ટકા, રિવર્સ રેપો રેટ 3.35 ટકા અને સીમાંત સ્થાયી સુવિધા દર 4.25 ટકા છે.

તેમણે કહ્યુ કે મહામારી બાદ અર્થવ્યવસ્થાને મજબૂતીના માર્ગે લાવવા માટે સાવધાની સાથે આગળ વધવુ જોઈએ. કેન્દ્રીય બેન્ક દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં જાહેર રાહત ઉપાયો વિશે દાસે કહ્યુ, કોઈ પણ રીતે એ નહીં માનવુ જોઈએ કે આરબીઆઈ ઉપાયોને જલ્દી હટાવી લેશે. તેમણે કહ્યુ કે કોવિડ-19 મહામારીના પ્રકોપ અને અન્ય પાસાઓ પર એકવાર સ્પષ્ટતા થયા બાદ આરબીઆઈ મોંઘવારી અને આર્થિક વૃદ્ધિ પર પોતાનું પૂર્વાનુમાન આપવાનુ શરૂ કરી દેશે. તેમણે કહ્યુ કે કુલ મળીને બેન્કિંગ ક્ષેત્ર સતત મજબૂત અને સ્થિર બનેલુ છે અને સાર્વજનિક ક્ષેત્રના બેન્કોનું એકીકરણ સાચી દિશામાં એક પગલુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.