જળપ્રલયના કારણે NTPCના પ્રોજેક્ટને 1500 કરોડના નુકસાનનું અનુમાન
નવી દિલ્હી, ઉત્તરાખંડના ચમોલીમાંઆવેલા જળપ્રલયના કારણે ભારે નુકસાન થયું છે. જાન અને માલ બંનેની તબાહી થઇ છે. હજુ પણ સેના અને એનડીઆરએફની ટીમો દ્વારા રેસ્ક્યુ પરેશન શરુ છે. ગ્લેશિયર તૂટવાથી આવેલા આ જળપ્રલયના કારણે ચમોલીમાં આવેલા મહત્વકાંક્ષી પાવર પ્રોજેક્ટને પણ મોટાપાયે નુકસાન થયું છે.
ત્યારે આજે સોમવારે કેન્દ્રિય ઉર્જા મંત્રી આરકે સિંહે તપોવન વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે આ જળપ્રલયના કારણે સર્જાયેલ પરિસ્થિતિ અને થયેલા નુકસાનનું અવલકોન કર્યુ હતુ. તેમણે સ્પષ્ટ જણાવ્યું કે કોઇ પણ સ્થિતિમાં આ પ્રોજેક્ટ બંધ નહીં થાય. સાડા ત્રણ હજાર કરોડની કિંમતના આ પ્રોજેક્ટને લગભગ 1500 કરોડનું નુકસાન થયું છે.
કેન્દ્રિય મંત્રીએ વધારે નુકસાનવાળા ક્ષેત્રોની મુલાકાત પણ લીધી હતી અને આસપાસના પ્રભાવિત લોકો સાથે વાત પણ કરી. સાથે જ તેમને દરેક સંભવ મદદનું આશ્વાસન પણ આપ્યું. સાથે જ તેમણે સ્થાનિક પ્રશાસન સાથે પણ વાતચીત કરીને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતિ મેળવી છે.
તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટને 2023ના વર્ષમાં પુરો કરવાનો હતો. આ પ્રોજેક્ટ 80 ટકા જેટલો બનીને તૈયાર હતો. આ ઘટનાના કારણે તેને લગભગ 1500 કરોડ રુપિયાનું નુકસાન થયું છે. આ પ્રોજેક્ટને કોઇ પણ સ્થિતિમાં બંધ કરવામાં નહીં આવે, તેને ફરીથી શરુ કરવામાં આવશે.