જળાશયો સુકાવા લાગ્યાઃ ડેમોમાં પાણી ઘટવા લાગ્યાઃ બોર- કૂવાઓમાં પાણીના સ્તર નીચે ગયા
ગુજરાતમાં વરસાદ ખેંચાતા ઉભું થયેલું જળ સંકટ |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : જુન મહિનામાં ગુજરાતના દક્ષિણભાગમાં, સૌરાષ્ટ્ર તથા કચ્છમાં મેઘરાજાએ કરેલ મહેરને કારણે ખેડૂતોમાં આનંદની લહેર જાવા મળતી હતી. અને સારા વરસાદની આશાએ ખેતરમાં વાવણી પણ શરૂ કરી હતી. પડેલા વરસાદને કારણે જળાશયો, ડેમો તથા નદીઓમાં નવા નીર આવતા પાણીનું સંકટ ટળી જશે એમ લોકોમાં આશા બંધાણી હતી.
પરંતુ મેઘરાજા લોકોને હાથતાળી આપી જતો રહ્યો અને ભરચોમાસે દુષ્કાળના ઓળા દેખાવા લાગ્યા છે. વરસાદ ખેચાતા ખેડૂતો ભારે ચિંતીત બન્યા છે. અને ખેતરમાં વાવેલ બિયારણ પણ સુકાવા માંડ્યા છે. આકાશ તરફ નજર રાખી મેઘરાજાની ચાતક નજરે રાહ જાઈ રહ્યા છે. ઘાસચારાની અછત સર્જાઈ છે. ડેપો તથા જળાશયોમાં પાણી ઉંડે ઉતરતા જાય છે. અને પુનઃ પાણીનું સંકટ પણ ઉભુ થયુ છે.
સૌરાષ્ટ્રના ઘણા શહેરોમાં તથા ગામડાઓમાં અત્યારથી જ પાણીની અછત જાવા મળી રહી છે. વરસાદ ખેચાતા રાજ્યમાં ઉભી થયેલી પરિÂસ્થતિ, ઘેરાતું પાણીનું સંકટ, ઘાસચાની અછત, તથા ખેડૂતો પર પાક નિષ્ફળ જવાની ચિંતા તથા ગુજરાતમાં ભરચોમાસે દેખાતા દુષ્કાળના ઓળાને કારણે રાજય સરકારની ચિંતા વધારી દીધી છે. હજુ વરસાદ લંબાશે તો રાજ્યમાં પાણીનું સંકટ ખુબ જ ઘેરૂ બનશે એવો ભય સેવાઈ રહ્યો છે. વિધાન સભાની બેઠક શરૂ થાય એ પહેલાં મળી રહેલી રાજ્યની કેબિનેટ બેંઠકમાં વરસાદ લંબાતા થઈ રહેલ પાણીના સંકટ તથા તેના નિરાકરણ જેવા અનેક મુદ્દાઓ પર કેબિનેટની બેઠકમાં ચર્ચા થનાર છે.