Western Times News

Gujarati News

જળ માટે ઝઝુમતી મધમાખીઓ

માનવ જાત માટે સંદેશા રૂપ

વાણી હોય કે પાણી,માનવ જીવનમા અકારણ આ બંન્નેનો સદાય વ્યય થતો આવ્યો છે.વાણીના વ્યયથી આવતા કુપરીણામોને તો કદાચ સુધારવા શકય બને છે.પરંતુ,પાણીના વ્યયના કુપરીણામો કદાપી સુધારવા શકય નથી.વિશ્ર્વની મોટી નદીઓ અને જળ સ્રાવો સુકાવા કે ઘટવા લાગ્યા હોવાના અહેવાલો અવારનવાર પ્રસીધ્ધ થતા રહે છે,સાથોસાથ તે અંગે જાગૃતતા કેળવી પાણી બચાવવા અપીલ સાથે સંસ્થાઓ,સરકારો અને વ્યકતીઓ કામ કરી રહયા છે.

પરંતુ,પરીણામ નહિવત છે.*”આપણા દાદાઓ એ પાણી નદી-નાળાઓમા જોયુ છે,આપણા પિતાઓ એ કુવામા જોયુ છે.આપણે નળમા જોયુ છે.આપણા છોકરાઓ એ બોટલમા જોયુ છે.આપણા છોકરાના છોકરાઓ શેમા જોશે?”* એવા પ્રશ્ર્નાર્થ સાથે સોશ્યલ મિડીયામા ઉપરોકત લખાણ વાઈરલ થયુ છે.ત્યારે,એક પખવાડીયા પેહલા ધોમધખતા તાપમા વિરમગામ-માલવણ હાઈવે પર કારમા પેટ્રોલ ભરાવા એક પંપ પર ગાડી ઉભી રાખી,ત્યા આવેલ વોટર કુલરનો નળ ચાલુ કરતા સાથે જ પાણી પીવા માટે ઉડી આવેલી આ બુંદ જળ માટે ઝઝુમતી મધમાખીઓને જોઈ,મ્હોં ઘોવાનુ ટાળી મે કલીક કરેલ તસ્વીર જળનુ મહત્વ દર્શાવે છે.જાગૃતતા જરૂરી છે.જો આપણી ભાવી પેઢીને આપણે આમ બુંદ જળ માટે ઝઝુમતા ન કરવા હોય તો….
(તસ્વીર-કથા:જીજ્ઞેશ રાવલ,હળવદ)


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.